Home Ahmedabad અમદાવાદ મેઘાણી સ્થિત મેઘાણી-પ્રતિમા ખાતે ‘શહીદ વંદના’ સ્મરણાંજલિ કાર્યક્રમનું આયોજન… વીરોની યાદમાં…આ...

અમદાવાદ મેઘાણી સ્થિત મેઘાણી-પ્રતિમા ખાતે ‘શહીદ વંદના’ સ્મરણાંજલિ કાર્યક્રમનું આયોજન… વીરોની યાદમાં…આ સાથે લોક-ગાયક અભેસિંહ રાઠોડની ફૂલમાળ…

0

Published By : Parul Patel

શહીદ દિન ના દિવસે શહીદો ની યાદ માં અમદાવાદ – મેઘાણી સ્થિત મેઘાણી – પ્રતિમા ખાતે ‘શહીદ વંદના’  સ્મરણાંજલિ કાર્યક્રમનું આયોજન થયું હતું.  આ કાર્યક્રમમાં  અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર કિરીટકુમાર પરમાર,  ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઈ બારોટ, શાસક પક્ષના નેતા ભાસ્કરભાઈ ભટ્ટ હાજર રહ્યા હતા.

આ પ્રેરક કાર્યક્ર્મ માટે અમદાવાદ મહાનગરપાલિકા, અમદાવાદ શહેર પોલીસ, અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, ઘનશ્યામભાઈ પટેલ–શાયોના જનસેવા ટ્રસ્ટ તથા સમસ્ત વાલ્મીકિ સમાજનો સહયોગ થી આ કાર્ય સફળ રહ્યું હતું.

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી એ વિશેષ ઉપસ્થિતિ આપી હતી. આ કાર્યક્રમમાં ખ્યાતનામ લાડીલા  લોકગાયક અભેસિંહ રાઠોડે – રાધાબેન વ્યાસ અને ગંગારામ વાઘેલા સાથે હાજરી આપી ને  મેઘાણી ગીતો થકી સ્વરાનજલી અપર્ણ કરી ને શહીદો ને યાદ કર્યા હતા. આ પ્રસંગે ફૂલમાળ કાવ્ય “વીરા !  એ તો ફાંસી રે નહિ, ફૂલમાળ”ની અભેસિંહ રાઠોડ દ્વારા હૃદયસ્પર્શી રજૂઆતથી  ઉપસ્થિત સહુને ભાવવિભોર બનાવી દીધા.

આ યાદગાર પ્રસંગે ગુજરાતના સંસ્કૃતિ-સાહિત્ય-પ્રેમી મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લાગણીસભર શુભેચ્છા-સંદેશ પાઠવ્યો હતો.  

આજની નવી પેઢી આઝાદીની લડતમાં શહીદ થયેલ નામી-અનામી વીરો એ આપેલ આહુતિથી પરિચિત થાય અને રાષ્ટ્ર ભાવના થી પ્રેરિત થાય. સાથે રાષ્ટ્ર ભાવનાનું સંસ્કાર સિંચન પણ થાય તે આશય થી ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન તથા સમસ્ત વાલ્મીકિ સમાજ દ્વારા સતત 10 વર્ષ થી આ પ્રેરક આયોજન કરવામાં આવે છે.

લોકગાયક અભેસિંહ રાઠોડ સાથે સર્વે ઉપસ્થિત મહેમાનો

અમદાવાદ- માર્ગ-મકાન સમિતિના ચેરમેન મહાદેવભાઈ દેસાઈ, , કોર્પોરેટર અનસુયાબેન પટેલ, ઓમજી પ્રજાપતિ, દિશાંતભાઈ ઠાકોર અને મેનાબેન પટ્ટણી, પૂર્વ કોર્પોરેટર બિપીનભાઈ પટેલ અને સુમનબેન રાજપૂત, વાલ્મીકિ સમાજના અગ્રણીઓ વાલ્મીકિ યુવા ઉત્થાન મિશનના કે. સી. વાઘેલા, લોકગાયક-ભજનિક ગંગારામ વાઘેલા, કિશોરભાઈ સોલંકી, જગદીશભાઈ વાઘેલા, કિરણભાઈ સોલંકી અને બળદેવભાઈ વાઘેલા, ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર)ના ચેરમેન અને ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી)ની સેન્ટ્રલ ખાદી માર્ક કમિટીના પૂર્વ-ચેરમેન ગોવિંદસિંહ ડાભી, શાયોના જનસેવા ટ્રસ્ટના ઘનશ્યામભાઈ પટેલ, મહેશભાઈ ઠક્કર, રક્ષાબેન પટેલ, સુરેન્દ્રસિંહ દેવધરા, પીયૂષભાઈ વ્યાસ, વિનોદભાઈ મિસ્ત્રી, હસુભાઈ ઘાઘરેટિયા અને પાંચાભાઈ બોળીયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

આઝાદીની લડતના અમર ક્રાંતિવીર ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને 23 માર્ચ 1931ના રોજ અંગ્રેજ સરકાર દ્વારા નિર્દયતાપૂર્વક ફાંસી અપાઈ તેની વેદનામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ હ્રદયસ્પર્શી કાવ્ય “ફૂલમાળ” રચેલું. ફાંસીને દિવસે શહીદ ભગતસિંહએ જેલની કોટડીની સફાઈ કરતા વાલ્મીકિ સમાજના વયોવૃધ્ધ સફાઈ કામદારભાઈના હાથની બનેલી રોટી ખાવાની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી હતી. આ વાલ્મિક સમાજનું ગૌરવ અને સવિશેષ મહત્વ છે. વાલ્મીકિ સમાજની આ રોટીનું ઋણ અને મૂલ્ય ક્યારેય વીસરાશે નહિ.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version