Published By : Parul Patel
અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટે એક સીમાચિહ્નરૂપ અસરો પેદા કરનારા મહત્વના ચુકાદા મારફતે ઠરાવ્યું છે કે, રાજય સરકારના કર્મચારી કે અધિકારી નોકરીમાં ચાલુ હોય કે નિવૃતી બાદ, પણ જો તેમને કોઇ ગંભીર ગુનામાં સજા થાય છે, તો રાજય સરકાર આવા સરકારી કર્મચારી કે અધિકારીનું પેન્શન બંધ કરી શકે છે. ગંભીર ગુનામાં સરકારી કર્મચારી કે અધિકારીને કોર્ટે સજા ફટકારી હોય તો રાજય સરકાર તે પેન્શનરને કારણ દર્શક નોટિસ આપ્યા વિના પણ તેનું પેન્શન બંધ કરી શકે છે. નિવૃત્તિ બાદ મળેલી સજાના કિસ્સામાં કાર્યવાહી કરવા માટે રાજય સરકારને સમયમર્યાદાનો કોઇ બાધ નડતો નથી. ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદાને પગલે રાજય સરકારના લાખો કર્મચારીઓ-અધિકારીઓ અને નિવૃત્ત કર્મચારીઓને બહુ મોટી, અને ગંભીર અસરો થશે.
બહુ મહત્ત્વના કાયદાકીય મુદા ઉપસ્થિત કરતાં એવા કેસમાં જસ્ટિસ એ.એસ. સુપહીયા અને જસ્ટિસ એમ.આર. મેંગડે ની ખંડપીઠે પોતાના ચુકાદામાં ઠરાવ્યું હતું કે, પેન્શન રૂલ્સ- 2002ની રૂલ-23 અન્વયે જો પેન્શરને કોઇ ગંભીર ગુનામાં ગંભીર ગેરવર્તણૂંકના કેસમાં સજા થાય તો સરકારને તેનું પેન્શન અટકાવવાની કે પાછુ ખેંચવાની સત્તા છે. પ્રસ્તુત કેસમાં અરજદાર પેન્શનરને ઓફિશીયલ સીક્રેટ એકટ-1923 હેઠળના ફોજદાદારી ગુનામાં કોર્ટ દ્વારા સજા ફરમાવાઇ છે. ત્યારે તેનું પેન્શન કાયમી કે ચોક્કસ સમયગાળા માટે અટકાવવા કે પાછુ ખેંચવા માટે તે પોતે જવાબદાર ઠરે છે. રાજય સરકાર તરફથી જણાવાયું હતું કે, જો પેન્શનરને ગંભીર ગુનામાં ટ્રાયલ કોર્ટ દ્વારા સજા થઇ હોય અને તેની સામેની ક્રિમીનલ અપીલ હાઇકોર્ટમાં પડતર હોય. આવા કેસમાં પણ પેન્શનર વિરૂધ્ધ પગલાં લેવાની સરકારને સત્તા છે. માત્ર સજા મોકૂફ થઇ હોવા છતાં પણ સરકારને પેન્શનર વિરૂધ્ધ પગલાં લેવામાં કોઇ બાધ નહી નડે. . હાઇકોર્ટ સમક્ષ કાયદાકીય પ્રશ્ન એવો પણ ઉભો થયો કે, જોકોઇ કેસમાં પેન્શનરને ગંભીર ગુનામાં સજા થઇ છે અને સામે તેણે હાઇકોર્ટમાં કરેલી અપીલમાં સજા મોકૂફ કરવા પર શું કરવું…આ માટે હાઇકોર્ટે સ્પષ્ટપણે ઠરાવ્યું હતું કે, તો આવા કેસમાં પણ ડિસીપ્લીનરી ઓથોરીટી અથવા રાજય સરકારે અપીલના અંતિમ પરિણામની રાહ જોવાની જરૂર નથી.
સરકાર કે ડિસીપ્લીનરી ઓથોરીટી પેન્શન રૂલ્સ-2022 ની રૂલ-23 અને 24 અન્વયે પેન્શનરનું પેન્શન અટકાવવા કે પાછુ ખેંચવા બાબતે નિર્ણય લઇ શકે છે, હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, રાજય સરકારને આવા નિવૃત્ત સરકારી કર્મચારી-અધિકારી પેન્શન બંધ કરવાનો વહીવટી નિર્ણય લેતાં પહેલાં સરકારી નોકરને સાંભળવા કે સુનાવણીની તક આપવાની કોઇ જરૂર નથી, આ સંજોગોમાં જો પેન્શરને ગંભીર ગુનામાં સજા થઇ હોય તો તે ફરજ મોકૂફી, બરતરફી કે પેન્શન કાઉન સજા કરતાં પહેલાં તેને સાંભળવાની શો-કોઝ નોટિસ ઇશ્યુ કરવાની ૫ણ સરકારને જરૂર નથી.