- 22 કિમી લાંબો રોડ બનાવવાની યોજના
- આ રૂટ પર 11 કિલોમીટર ભાગ પર સુરંગ રોડ પણ તૈયાર કરાશે
- આ સંપૂર્ણ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે 5 વર્ષનો સમય નક્કી કરાયો
અમરનાથની યાત્રા કરનારા તીર્થયાત્રીઓ માટે કેન્દ્ર સરકારે યાત્રા સરળ બનાવવા જઈ રહી છે. કેન્દ્ર સરકારે ચંદનવાડી અને સંગમ વચ્ચે 22 કિલોમીટરના રૂટ પર લાંબો રસ્તો બનાવવાનો નિર્ણય કર્યો છે. આ રૂટ પર 11 કિલોમીટર ભાગ પર સુરંગ રોડ પણ તૈયાર કરવામાં આવશે જે ગણેશ ટોપના અંતર્ગત થશે. નવો રસ્તો શ્રીનગર શહેરથી બાયપાસ થઈને લદાખ અને જમ્મુ વચ્ચે એક વૈકલ્પિક રસ્તો બનાવશે. 22 કિલોમીટર લાંબો આ રૂટ દરેક સીઝનમાં તીર્થયાત્રીઓ માટે અનુકૂળ હશે.
કેન્દ્રીય રસ્તા, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ નવા રૂટને તૈયાર કરવાની જવાબદારી નેશનલ હાઈવે અને ઇન્ફ્રાસ્ટક્ચર ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડને સોંપી છે. NHIDCL વતી, NHIDCL NH-501 ના ખાનાબલ-બાલટાલ વિભાગ પર ‘શેષનાગ ટનલ’ ના નિર્માણ માટે જવાબદાર છે. કેન્દ્રની આ સંસ્થા NHIDCL દ્વારા દરખાસ્તો માટેની વિનંતી મંગાવવામાં આવી છે. આ માટેની બોલી 13 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ માટેની અંતિમ તારીખ 20 ફેબ્રુઆરી, 2023 નક્કી કરવામાં આવી છે.
આ પ્રોજેક્ટને તૈયાર કરવા માટે 10 મહિનાનો સમય અપાશે. તેના નિર્માણ સાથે જોડાયેલી દરેક ગતિવિધિઓ બે મહિનાની નજીકમાં પૂર્ણ કરવાની રહેશે. રસ્તાના નિર્માણમાં 60 મહિના એટલે કે 5 વર્ષ થશે. આ સંપૂર્ણ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે 5 વર્ષનો સમય નક્કી કરવામાં આવ્યો છે.