Published By:-Bhavika Sasiya
ગુજરાતથી અમરનાથ યાત્રાએ ગયેલા ગુજરાતના યાત્રાળુઓ ફસાયા છે. ખરાબ મોસમના કારણે અહી યાત્રાળુઓ ફસાયા છે. વડોદરાના 20 તેમજ સુરતના 10 લોકો ફસાયા હોવાનું વિડીયોમાં લોકો કહી રહ્યા છે આ અંગેના બે વિડીયો સામે આવ્યા છે
હાલમાં અમરનાથની યાત્રા શરુ થઇ ગયી છે. અને દર વર્ષે ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓ અમરનાથ યાત્રાએ દર્શન કરવા જતા હોય છે જો કે હાલમાં ત્યાં ખરાબ વાતાવરણને લઈને યાત્રાએ ગયેલા યાત્રાળુઓ ફસાયા છે આ અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે. વડોદરાના 20 તેમજ સુરતના 10 લોકો ફસાયા હોવાનું વિડીયોમાં લોકો કહી રહ્યા છે ત્યાં યાત્રાળુએ બનાવેલા વિડીયોમાં જોઈ શકાય છે કે ટેન્ટમાં પાણી પડી રહ્યું છે જેના કારણે ગોદડા સહિતનો સમાન પલળી રહ્યો છે બરફ પડી રહ્યો છે તેમજ ત્રણ દિવસથી અહી ફસાયેલા હોવાનું વિડીયોમાં યાત્રાળુઓ કહી રહ્યા છે
વિડીયોમાં યાત્રાળુઓ કહી રહ્યા છે કે ત્રણ દિવસથી અમે વડોદરાના 20 અને સુરતના 10 લોકો ફસાયા છે અહી ટેન્ટમાં પાણીના લીધે ગાદલા, ગોદડા પલળી ગયા છે. અહી માયનસ ડીગ્રી તાપમાન છે, બરફ પણ પડે છે. છોકરાઓ પણ સાથે છે. સાથે લોકો કહી રહયા છે અમને જલ્દીથી જલ્દી રેસ્ક્યુ કરવામાં આવે..