Published By : Parul Patel
- વિવિઘ સગવડો ઉભી કરવામાં આવી…
- તે સાથે યાત્રાળુઓ માટે કેટલાક પ્રતિબંધો પણ લાદવામાં આવ્યા…યાત્રીઓ કોલ્ડ્રિગસ અને જંક ફુડ લઈ જઈ શકશે નહીં…
અમરનાથ યાત્રા અંગે યાત્રાળુઓની સુવિધાઓ અંગે તંત્ર દ્વારા ખાસ ગોઠવણ કરવામાં આવી છે. સુવિધાઓમાં યાત્રાળુઓની સુરક્ષા અંગે પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે, જેમકે જમ્મુના ભગવતી નગરમાં તીર્થયાત્રીઓ માટે મુખ્ય કેમ્પ બનાવવામાં આવ્યો છે.
1લી જુલાઈ થી શરૂ થનાર અમરનાથ યાત્રા અંગે 29 સીસીટીવી કેમેરા અને બે 360 ડિગ્રી વિઝન વાળા કેમેરા લગાવવામાં આવશે. તેમજ 24 કલાક બાજ નજર રાખવામાં આવશે. સાથેજ બોડી સ્કેનર પણ લગાવવામાં આવશે. આ સાથે યાત્રીઓની સુવિધા અને સગવડ માટે સેન્ટ્રલ એ. સી. હોલ બનાવવામાં આવ્યો છે. પરંતું આ સાથે યાત્રાળુઓ માટે કડક નિયંત્રણો પણ લાગુ કરવામાં આવ્યા છે. જેમકે યાત્રીઓ કોલ્ડ ડ્રીંક, કુર કુરે, ડીપ ફ્રાયડ ખોરાક, જલેબી, હલવા, મીઠાઈ, પૂરી, પીઝા બર્ગર પેસ્ટ્રી જેવા જંક ફૂડ સાથે લઈ જઈ શકશે નહીં.




