Home News Update Nation Update અમર દીપક… હૈદરાબાદમાં તૈયાર થયું સ્ટીલથી બનેલું વિશ્વનું સૌથી મોટું સ્મારક… ઘણી...

અમર દીપક… હૈદરાબાદમાં તૈયાર થયું સ્ટીલથી બનેલું વિશ્વનું સૌથી મોટું સ્મારક… ઘણી બધી દ્રષ્ટિ એ ખુબજ અલગ…

0

Published by: Rana kajal

દેશના તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ (KCR) એ ગત રોજ ગુરુવારે હૈદરાબાદમાં તેલંગાણા શહીદ સ્મારક ‘અમરા દીપમ’ એટલેકે અમર દીવો નું ઉદ્ઘાટન કર્યું. આ શ્રદ્ધાંજલિ સ્મારક તે લોકોની યાદમાં બનાવવામાં આવ્યું છે જેમણે તેલંગાણા રાજ્યની રચનામાં પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. હુસૈન સાગર તળાવ પાસે આ 45 મીટરનું સ્ટીલનું બનેલું વિશ્વનું સૌથી મોટું શહીદોનુ સ્મારક છે.

આ સ્મારક અમેરિકાના શિકાગોના ‘ક્લાઉડ ગેટ’ અને ચીનના ‘બબલ’ કરતાં પાંચ ગણું મોટું છે. વધુમાં જોતાં આ ‘અમરા દીપમ’ સોનેરી પીળા રંગથી ચમકશે. આંધ પ્રદેશ ની સરકારે 117.50 કરોડના ખર્ચે સચિવાલયની સામે આ છ માળનું સ્મારક બનાવ્યું છે. જેનાં નિર્માણ માટે 3.29 એકર જમીન ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. તેના બાંધકામમાં 1600 મેટ્રિક ટન સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઘણી સુવિધાઓ ઉપરાંત સ્મારકમાં મ્યુઝિયમ, ફોટો ગેલેરી, કન્વેન્શન હોલ અને રેસ્ટોરન્ટ પણ છે. વાહનોના પાર્કિંગ માટે અંડરગ્રાઉન્ડ બે માળ બનાવવામાં આવ્યા છે આ મેમોરિયલના મુખ્ય આર્કિટેક્ટ અને ડિઝાઇનર એમ. વેંકટ રમન રેડ્ડીએ યુદ્ધ સ્મારકોના વિવિધ મોડલનો અભ્યાસ કરવા માટે ઘણા દેશોની મુલાકાત લીધી હતી. તેમણે મુખ્ય પ્રધાનને પાંચ ડિઝાઇન સુપરત કરી હતી, જેમણે કેટલાક ફેરફારો સાથે હાલની ડિઝાઇનને આખરી ઓપ આપ્યો હતો. રેડ્ડી કહે છે કે ભારતમાં પહેલેથી જ મ્યુઝિયમ અને સ્તૂપ સહિત અનેક યુદ્ધ સ્મારકો છે, પરંતુ તેલંગાણા શહીદ સ્મારક એક અનોખું મોડેલ છે. જેનાં નિર્માણ માટે છ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં 5,000થી વધુ લોકોએ આ સ્વપ્નને સાકાર કરવા માટે કામ કર્યું છે. તેમાં એક ઓડિટોરિયમ પણ છે, જેમાં તેલંગાણા આંદોલન પર ફિલ્મો જોવા માટે 75 લોકોનો સમાવેશ થઈ શકે છે

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version