Published By : Parul Patel
અમિતાભ બચ્ચનની પૌત્રી, અને અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યાએ પોતાની તબિયત વિષે ખોટી રિપોર્ટિંગ ને લઈને યુટ્યુબ ટેબ્લોઇડ સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. તેના સ્વાસ્થ્ય વિશે ‘ફેક ન્યૂઝ’ આપવામાં આવ્યા હતા. જેની સુનાવણી બાદ 20 એપ્રિલના આરાધ્યા બચ્ચનના કેસમાં દિલ્હી હાઈકોર્ટે યુટ્યુબને સમન્સ પાઠવ્યું છે.

અમિતાભ બચ્ચનની પૌત્રી અને અભિષેક-ઐશ્વર્યાની પુત્રી આરાધ્યા બચ્ચન અવારનવાર સમાચારોમાં આવતી રહે છે. તેણી તેની માતા ઐશ્વર્યાની સાથે અસંખ્ય કાર્યક્રમોમાં જોવા મળી છે. આરાધ્યાને તેના દેખાવના કારણે વારંવાર ચીડાવવામાં પણ આવે છે. જોકે, આરાધ્યા હાલમાં એક અલગ જ કારણસર ચર્ચામાં છે. આરાધ્યાએ યુટ્યુબ ટેબ્લોઈડ સામે દિલ્હી હાઈકોર્ટમાં ફરિયાદ કરી હતી.
દિલ્હી હાઈકોર્ટની બેંચ ગુરુવારને 20 એપ્રીલે, આ મામલે સુનાવણી કરી યુટ્યુબને સમન્સ પાઠવ્યું છે. 11 વર્ષની આરાધ્યા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં 10 સંસ્થાઓને તેના સ્વાસ્થ્ય વિશેના તમામ વીડિયોને “ડિ-લિસ્ટ અને નિષ્ક્રિય કરવા” કહેવામાં આવ્યું છે. ગૂગલ એલએલસી અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (ગ્રિવેન્સ સેલ)ને પણ આ કેસમાં પક્ષકાર બનાવવામાં આવ્યા છે.

ટ્રોલ્સ અવારનવાર આરાધ્યા બચ્ચનને વિવિધ કારણોસર નિશાન બનાવે છે. બોબ બિસ્વાસના પ્રમોશન દરમિયાન, ગુસ્સે ભરાયેલા અભિષેકે ટ્રોલ્સ પર પ્રહારો કર્યા જેઓ તેમની પુત્રીને નિયમિતપણે હેરાન કરતા હતા. આરાધ્યા પર નિર્દેશિત ઓનલાઈન ટીકાના જવાબમાં, અભિષેકે કહ્યું કે જ્યારે તે તદ્દન અયોગ્ય છે અને કંઈક છે જેને હું માફ કરીશ નહીં. હું એક સાર્વજનિક વ્યક્તિ છું, જે સારું છે, પરંતુ મારું બાળક નથી.