Published by : Vanshika Gor
હનુમાન જયંતિ પર પણ રામનવમી જેવી હિંસા ન થાય તેના માટે કેન્દ્રીય ગૃહમંત્રાલય હમણાથી જ એલર્ટ મોડ પર છે. ગૃહમંત્રાલયે આ સંદર્ભે તમામ રાજ્યોને એડવાઈઝરી જાહેર કરી છે. મંત્રાલયે તમામ રાજ્યોને કાયદો વ્યવસ્થા બનાવી રાખવા અને હનુમાન જયંતિ શાંતિપૂર્ણ રીતે ઉજવવા માટે જણાવ્યું છે.એક ટ્વીટમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, MHAએ તમામ રાજ્યોને હનુમાન જયંતિની તૈયારી કરવા માટે એડવાઈઝરી જારી કરી છે. સરકારોને કાયદો અને વ્યવસ્થા જાળવવા, તહેવારને શાંતિપૂર્ણ રીતે ઉજવવા અને સમાજમાં સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડતા કોઈ પણ અસામાજિક તત્વોની દેખરેખ સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે.

રાજ્યો માટે ગૃહમંત્રાલયની એડવાઈઝરી એવા સમયે આવી છે જ્યારે છેલ્લા દિવસોમાં જ પશ્ચિમ બંગાળ અને બિહાર સહિત અનેક રાજ્યોમાં રામનવમીના અવસર પર હિંસા ફાટી નીકળી હતી. આ વચ્ચે કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને હનુમાન જયંતિના અવસર દરમિયાન શાંતિ જાળવી રાખવા રાજ્યને પોલીસની મદદ માટે પેરામિલિટ્રી ફર્સની તૈનાતીની અપીલ કરવાનો નિર્દેશ આપ્યો છે.