Published by : Rana Kajal
હરિયાણા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દેશના વિવિઘ રાજ્યોના ગૃહમંત્રીઓ સાથે ખુબ મહત્વની બેઠક કરશે.આ બેઠકમા દેશની આંતરિક સુરક્ષાનો રોડમેપ તૈયાર કરવામાં આવશે એમ માનવામા આવી રહ્યુ છે. હરિયાણામાં યોજાનાર આ બેઠકમા આગામી ૨૫ વર્ષો સુધીનો આંતરિક સુરક્ષા મેપ તૈયાર કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બેઠકને સંબોધન કરશે. મહિલા સુરક્ષા અંગે પણ ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવશે. વર્ષ 2047 સુધીનો રોડ મેપ તૈયાર કરવામાં આવશે.આ શિબિર બે દિવસ યોજાશે. તા.27 અને તા.28 ના રોજ શિબિર યોજાઇ છે શિબિરના અંતિમ દિવસ એટલે કે તા.૨૮ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠકને સંબોધન કરશે.આ બેઠકમાં માદક અને નશીલા દ્રવ્યોના વેપલા સામે અટકાયતી પગલાઓ અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. એમ જાણવા મળેલ છે.