Published by : Rana Kajal
આણંદ અને ખેડા બંને જિલ્લાની સયુંકત ડેરી એટલે અમૂલ બ્રાન્ડ. હવે અમૂલ ડેરીના 4 ડિરેક્ટર્સ આજે ભાજપમાં જોડાયા છે. આ ચારેય ડિરેક્ટર્સ ભૂતકાળમાં કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. હવે આ મામલે ગુજરાત ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહની આગેવાનીમાં દેશના સહકારી ક્ષેત્રને મજબૂત કરવાનું કામ ચાલી રહ્યું છે. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી આ કામગીરી ચાલી રહી છે.
ભૂતકાળમાં સહકારી સંસ્થાઓ કોંગ્રેસ હસ્તક હતી. સહકારી નાણાંનો દુરુપયોગ અને ગેરરીતિ ચાલતી હતી. ખેડૂતો અને પશુપાલકોને નુકશાન થઈ રહ્યું હતું. છેલ્લા 2 વર્ષમાં અનેક સહકારી બેંક, એપીએમસી અને દૂધ સંઘ ભાજપના આગેવાનો આવ્યા છે. હવે ખેડૂતો અને પશુપાલકોને ફાયદો થઈ રહ્યો છે. ચોથા ડાયરેકટર ઘેલાભાઈ ઝાલા પણ ભાજપમાં જોડાયા છે. આગામી દિવસોમાં વધુ 2 ડાયરેકટર પણ ભાજપમાં જોડાઈ શકે છે. થોડા દિવસ પહેલા જ આણંદ જિલ્લાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર ભાજપમાં જોડાયા હતા આગામી 14 ફેબ્રુઆરીએ ખેડા દૂધ ઉત્પાદક સઘની ચૂંટણી યોજાવાની છે.