Published by : Rana Kajal
દેશની પ્રખ્યાત અમુલ ડેરીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર પદેથી સોઢીની હકાલપટ્ટી થઈ છે. તેમની સ્થાને જયેન મહેતાને મેનેજિંગ ડિરેક્ટરનો ચાર્જ સોપવામાં આવ્યો.
અમૂલ ડેરીના MD પદેથી આર.એસ.સોઢીએ રાજીનામું આપ્યું છે. જ્યારે આર.એસ.સોઢી 2010થી જવાબદારી નિભાવી રહ્યા છે. ઘણા અપકમિંગ પ્રોજેક્ટમાં પણ મહત્વની જવાબદારી હતી. અમૂલમાં આર. એસ.સોઢીના કારણે ઘણુ નુકસાન થયાનો એક સૂર હતો. ગાંધીનગર ખાતે મળેલી ફેડરેશનની બોર્ડ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. માટિંગમાં આર. એસ. સોઢીની સેવાઓ અમૂલના MD તરીકે સમાપ્ત કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. હવેથી સહકારી ક્ષેત્રમાં જયન મહેતાને MD તરીકેનો ચાર્જ સોંપાયો છે.