- ૨૦૦૯માં તેણે સૌથી લાંબા ડ્રેડલોક હેરનો રેકોર્ડ બનાવ્યો
જમાના સાથે બદલાતી જતી હેર સ્ટાઇલનો દુનિયામાં અબજો રુપિયાનો કારોબાર છે. અમેરિકાના ફલોરિડાના કલેરમોન્ટમાં આશા મંડેલા નામની મહિલા રહે છે. તેના માથાના વાળ દુનિયામાં સૌથી વધારે વધે છે. આશા મંડેલાના વાળ ૫૪ ફૂટ લાંબા છે. વાળનું વજન ૧૯ કિલો જેટલું છે. એક વાર વાળ ધોવે ત્યારે શેમ્પુની ૬ જેટલી બોટલો વપરાઇ જાય છે. ગરદનમાં દુખાવો ના થાય કે ખેંચ ના આવે તે માટે કમરપટ્ટો બાંધવાની કાળજી રાખે છે.
મહિલાઓ અમુકવાર કોઇ પણ સમયાંતરે પોતાના વાળ ધોઇ નાખે છે એવું આશા મંડેલા કરી શકતી નથી. વાળ ધોવાએ ખૂબ મોટું પડકારજનક કામ છે. પોતાના જીવનનો મોટો ભાગ વાળની કેર લેવામાં જાય છે. જો કે આ વાળ તેને ૪૦ વર્ષ સુધી ખૂબ માવજત કરીને વધાર્યા છે.

સામાન્ય મહિલાની જેમ આશા મંડેલાને પણ વાળની લંબાઇ ખૂબ ગમે છે.પોતાના વાળને પોટકમાં બાંધીને પીઢ પર રાખીને ચાલે છે. લાંબા વાળને પોતાનો તાજ સમજે છે. ૨૦૦૯માં તેણે સૌથી લાંબા ડ્રેડલોક હેરનો રેકોર્ડ બનાવ્યો હતો. કેટલાક સાધુ મહાત્માઓને રસ્સી જેવા વાળ હોય છે. આ વાળને ખાસ રીતથી બનાવવામાં આવે છે જેને ડ્રેડલોક કહેવામાં આવે છે.