Published By : Patel Shital
- વધુ એક બેંકને તાળા લાગવાની સંભાવના
- એક અઠવાડિયામાં ત્રીજી બેંક કંગાળ…
અમેરિકાને વિશ્વની આર્થિક મહાસત્તા તરીકે માનવામાં આવે છે. પરંતું હાલ અમેરિકાને આર્થિક પનોતી લાગુ પડી હોય તેમ એક પછી એક બેંકોને તાળા વાગી રહ્યા છે. માત્ર એક સપ્તાહના સમય ગાળામાં અમેરિકાની ત્રીજી બેંકે ઉઠમણું કરી રહી છે. અમેરિકન બેન્કિંગ સેક્ટરમાં આવેલી આર્થિક બરબાદીની સુનામી અટકવાનું નામ નથી લઇ રહી. એક પછી એક બેંકના ઉઠમણાં થઈ રહ્યા છે. એક અઠવાડિયાના ટૂંકા સમયમાં અમેરિકામાં ત્રીજી બેંક કંગાળ બની રહી છે. પહેલા સિલિકોન વેલી બેંક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ત્યાર બાદ સિગ્નેચર બેંક બંધ કરી દેવામાં આવી હતી. હવે ફર્સ્ટ રિપબ્લિક બેંક પર પણ તાળા લટકાવવાનો સમય આવી ગયો છે.

ફર્સ્ટ રિપબ્લિક બેંકના શેરમાં 61.83%નો ઘટાડો થયો છે. સિલિકોન વેલી બેંક અને સિગ્નેચર બેંકમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી અને આ બંને બેંકોને તાળા વાગી ગયા છે. હવે આ મોટી બેંક પણ પડી ભાંગવાની સંભાવના છે. હજી આવનારા દિવસોમા ફર્સ્ટ રિપબ્લિક, વેસ્ટર્ન એલાયન્સ બેનકોર્પ ર્પ, ઇન્ટસ ફાયનાન્સિયલ કોર્પોરેશન, ઝીઓન બેનકોર્પ, કોમર્શિયલ ઈનકોર્પ બેંકો પણ બંધ થાય તેવી શક્યતા જણાઈ રહી છે. અમેરિકામાં બેંક ક્રેશને કારણે 2008 જેવી મંદીનો ખતરો ગાઢ થવા લાગ્યો છે. તે વર્ષે બેંકિંગ ફર્મ લેહમેન બ્રધર્સે પોતાને નાદાર જાહેર કર્યા હતા. આ પછી અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં આર્થિક મંદી આવી અને અર્થવ્યવસ્થાની કમર તૂટી ગઈ. હતી. જો તમે અમેરિકાના બેંકિંગ ઈતિહાસ પર નજર નાખો તો 2008 પછી બેંકિંગ સેક્ટરમાં બીજું મોટું શટડાઉન સિલિકોન વેલી બેંકનું બંધ હતું. આ પછી તરત જ ત્રીજી સિગ્નેચર બેંક અને હવે ફર્સ્ટ રિપબ્લિકના રૂપમાં ચોથી બેંક બંધ થવાના આરે છે.
વધુ બેંકો સુનામીમાં ડૂબી શકે છે એકમેનના મતે US ઓથોરિટીના હસ્તક્ષેપ બાદ પણ ઘણી બેંકો ડૂબી જવાની સંભાવના છે.