Published By : Patel shital
સિલીકોન વેલી બેંક અને સીગ્નેચર બેંકની અમેરિકામાં હાલત કફોડી થતા ત્યાંની સરકારે બેંકોને ડિફોલ્ટ કરી છે. અદાણીના શેરબજાર કૌભાંડમાં LIC અને SBIના અબજો રૂપિયાનું ધોવાણ થતા ભારતીયનો જીવ તાળવે ચોંટેલો જ છે.
ભારતમાં આવું થશે તો… ? એમની જમા પુંજીનું શું થશે…? જે લોકો એમની આવડતના આધારે બેંકોના શેરમાં રસ ધરાવે છે તેમને તેમના પૈસા ડૂબવાનો ભય ત્વરિત થાય એ સ્વભાવિક છે, પરંતુ આ બધાની વચ્ચે ભારતીય શેર બજારના નિષ્ણતો અને શેરધારકો માટે ખુશીના સમાચાર લઇને આવ્યા છે. તેઓ જણાવે છે કે યુનિયન બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, ICICI બેંક, RBL બેંક, અને એક્સિસ બેંકના શેર ટેક ઓફ થવાના છે. જે આશાસ્પદ હોવાનું નિષ્ણતો જણાવે છે. તેઓ વધારામાં જણાવે છે કે આ બધી બેંકોના શેર ખરીદી શકો છો અને સાથે જ સટ્ટાબાજી પણ કરી શકો છો. આવનારા દિવસોમાં આ બધા બેન્કિંગ શેરોમાં મોટા વળતરની અપેક્ષા માર્કેટ દેખાડે છે.
99% નિષ્ણાતોએ એક્સિસ બેન્ક પર રૂ. 1,098.02ની સરેરાશ લક્ષ્ય કિંમત સાથે ખરીદવાનું કહે છે. શેર બજારના માસ્ટર પ્રભુદાસ લિલીધર પાસે રૂ. 830 નો લક્ષ્ય કિંમત ભાવ એમણે મુક્યો છે, જ્યારે મોતીલાલ ઓસવાલ રૂ. 1,130ના લક્ષ્ય ભાવ સાથે બાય રેટિંગ ધરાવે છે. શરૂઆતી કારોબારમાં શેર નજીવા નીચામાં રૂ. 829.85 પર ટ્રેડ કરી રહ્યો હતો. સરકારી બેંકનો શેર રુપિયા 240 સુધી પહોંચી શકે છે. નિષ્ણાતોએ ખરીદવાની ભલામણ કરી છે.
શેર બજારના 18 જેટલા નિષ્ણાતો યુનિયન બેંકની વાત કરીને જણાવે છે કે આ શેર સ્ટોક પર બુલિશ છે. રૂ. 92.17ની સરેરાશ લક્ષ્ય કિંમત સાથે ખરીદી શકાય. બ્રોકરેજ ફર્મ મોતીલાલની લક્ષ્ય કિંમત રૂપિયા 100 છે, શરૂઆતી કારોબારમાં શેર રૂ. 69.15 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
20 નિષ્ણાતોના હિસાબે કેનેરા બેંક પણ તેજીમાં છે. જ્યારે 2 વ્યક્તિઓએ તેને વેચવાની સલાહ આપી. આજે તે નજીવા ઘટાડા સાથે રૂ. 286.65 પર ટ્રેડ કરી રહ્યો હતો.
ICICI બેન્કના શેર રૂ. 1150 સુધી પહોંચી શકે છે. 41 નિષ્ણાતો રૂ. 1111.88ની સરેરાશ લક્ષ્ય કિંમત સાથે ખરીદી કરવાનું કહું. જ્યારે બ્રોકરેજ મોતીલાલ ઓસવાલના શેર પર રૂ. 1,150નો ટાર્ગેટ ભાવ છે. આજે શેર મામૂલી વધારા સાથે રૂ. 829.10 પર ટ્રેડ કરી રહ્યો હતો.
37 % સુધીના વળતરની અપેક્ષા સાથે RBL (રત્નાકર બેન્ક લિ.) બેંકના શેર લઇ શકાય. મોતીલાલ ઓસવાલના રેટિંગ મુજબ રૂ. 200 ના લક્ષ્ય ભાવ છે, જયારે અમુક નિષ્ણાતો જણાવે છે કે બેંકની શરત મુજબ સરેરાશ લક્ષ્ય કિંમત રૂ. 179.84 છે.
સ્ટેટ બેંક 705.69 રૂપિયાની સરેરાશ લક્ષ્ય કિંમત સાથે સ્ટોક નફાકારક છે એવું જાણકારોનું કહેવું છે. ઇન્ડસાઇડ બેન્કની ટાર્ગેટ કિંમત રૂ. 1,450 છે જયારે મોતીલાલ ઓસવાલની ટાર્ગેટ કિંમત રૂ. 725 છે.