Published by : Anu Shukla
- અત્યાર સુધી બે ભારતીય મૂળના વ્યક્તિએ ચૂંટણી લડવાની જાહેરાત કરી
અમેરિકામાં આગામી વર્ષમાં પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાવાની છે. વિશ્વના સૌથી શક્તિશાળી પદ માટે વધુ એક ભારતીય મૂળના ઉમેદવારે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ પહેલા પણ ભારતીય મુળના ઉમેદવારે આ પદ માટે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. ભારતની નજર અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી પર રહેશે.
બે ભારતીય મુળના વ્યક્તિએ ચૂંટણી લડવાની જાહેરાત કરી
અમેરિકામાં આગામી વર્ષે પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાવાની છે. આગામી વર્ષે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમેરિકાની ચૂંટણી પર ભારત નજર રાખશે. વિશ્વના સૌથી શક્તિશાળી પદ માટે વધુ એક યુવા ભારતીય ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ભારતીય મૂળના વિવેક રામાસ્વામીએ વર્ષ 2024માં યોજાનારી અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ઉમેદવારી કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ અત્યાર સુધી ભારતીય મૂળના બે વ્યક્તિએ અમેરિકી પ્રમુખપદ માટે નોમિનેશનની રેસમાં સામેલ થયા છે. આ પહેલા ભારતીય મૂળની નિક્કી હેલીએ પણ 2024માં પ્રમુખપદની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેણે પોતાનું અભિયાન પણ શરૂ કરી દીધું છે.
કોણ છે વિવેક રામાસ્વામી?
વિવેક રામાસ્વામી એક કરોડપતિ બિઝનેસમેન છે અને અમેરિકી રાજ્ય આયોવામાં તેઓ પોતાની ઉમેદવારીનો પ્રચાર કરવા માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. રામાસ્વામી કહે છે કે તેઓ વિચાર આધારિત અભિયાન શરૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. વિવેક રામાસ્વામીના પિતા જનરલ ઇલેક્ટ્રિક એન્જિનિયર હતા અને ભારતના કેરળથી અમેરિકામાં સ્થાયી થયા હતા. રામાસ્વામીની માતા મનોચિકિત્સક હતી. રામાસ્વામીનો જન્મ અમેરિકાના સિનસિનાટીમાં થયો હતો. હાર્વર્ડ અને યેલ યુનિવર્સિટીના શિક્ષિત વિવેક રામાસ્વામીની સંપત્તિ $500 મિલિયનની નજીક છે. વિવેક રામાસ્વામી એક બાયોટેક કંપનીના માલિક છે.