Published by : Rana Kajal
ડ્રાયવર બેહોશ થતાં બસનું સ્ટીયરિંગ સંભાળી 66 છાત્રોના જીવ બચાવ્યા… અમેરિકાના મિશિગન રાજ્યમાં એક બાળકે બસમાં સવાર 66 બાળકોના જીવ બચાવ્યા હતા.આ ધટના અને બાળકની સમય સુચકતા અંગે લોકો ચર્ચા કરી રહ્યા છે. અમેરિકાના મિશિગન રાજ્યમાં એક સ્કુલ બસમાં 66 બાળકો સવાર હતા. તેવામાં અચાનક ડ્રાયવરને ગભરામણ થતા તે બેહોશ થઈ ગયો હતો.આ સમયે બસમાં પાંચમી હરોળમાં બેઠેલા સાતમા ધોરણમાં ભણતા ડીલન રિવસે તાત્કાલિક સ્ટીયરિંગ સંભાળી બસને બ્રેક મારી રોકી દીધી હતી. તેમ કરીને 66 બાળકોના જીવ બચાવ્યા હતા.