Published by : Rana Kajal
અમેરિકામાં પુરૂષ અને મહિલાના વસ્ત્રો એકસમાન થવાની શરૂઆત થઈ ચૂકી છે. યુવકોમાં યુવતીઓના વસ્ત્રો પહેરવાનો શોખ વધી રહ્યો છે. મહિલાઓ માટે વપરાશમાં લેવાતા લેસ ફેબ્રિકથી પુરુષો માટે ડિઝાઇનર ડ્રેસ બને છે.અમેરિકામાં હાલમાં યુનિસેક્સ કપડાંનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. દુનિયાભરમાં જેન્ડરલેસ ફેશનની મુહિમ, અમેરિકા-યુરોપ સૌથી આગળ હોવાનુ જણાઈ રહ્યું છે. જાણીતા કોરિયોગ્રાફર જેનિલ મહેતા મોટા ભાગે પોતાના ડાન્સ વીડિયોમાં સ્કર્ટ અથવા ફ્રોકમાં નજર આવે છે. તેના એક વીડિયોને સોશિયલ મીડિયા પર 1.7 કરોડથી વધુ વ્યૂ મળ્યા છે. તેમાં જેનિલ ગુલાબી રંગના ઘાઘરામાં ગંગુબાઇ કાઠિયાવાડીના એક ગીત પર ડાન્સ કરતો જોવા મળે છે. જયારે બ્રિટનના પ્રિન્સ હેરી અને મેગન પોતાના સંતાનનો જેન્ડર ન્યૂટ્રલ અભિગમ સાથે ઉછેર કરી રહ્યા છે. તેમણે દીકરી માટે ગુલાબી અને દીકરા માટે બ્લુ રંગ નહીં પરંતુ દરેકના ડ્રેસ માટે એક સમાન રંગની પસંદગી કરી છે. તે સાથે ભારતના કેરળના કોઝીકોડે જિલ્લાની એક સ્કૂલે ધો.11ના વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થિનીઓ માટે એક સરખો ડ્રેસ કોડ લાગુ કર્યો છે. સ્કૂલે 60 વિદ્યાર્થીઓ તેમજ 200 વિદ્યાર્થિનીઓ હવે બ્લૂ પેન્ટ અને સફેદ શર્ટનો યુનિફોર્મ પહેરે છે. જ્યારે જર્મનીમાં 63 વર્ષીય માર્ક દરરોજ ઓફિસે સ્કર્ટ તેમજ હીલ્સ પહેરીને જાય છે….