વોશિંગ્ટન
અમેરિકામાં ભારતીય મીઠાઈઓની બોલબાલા છે. અનેક કલાક ડ્રાઇવ કરીને અમેરિકનો મીઠાઈ ખરીદે છે, એટલુ જ નહિ મીઠાઈની રેસિપી શીખવા ભારત આવે છે. હાલમાં અમેરિકામાં કાજુકતરી 2500 રૂપિયે કિલો, ચોકલેટ રોલ-ચોકલેટ બરફી 2300 રૂપિયે કિલો ભાવે ધૂમ વેચાઇ રહી છે ભારતથી હજારો કિલોમીટર દૂર. અમેરિકાના તમામ મોટા શહેરોમાં અત્યારે દિવાળીના તહેવારનો માહોલ જામ્યો છે. લોકો 3-3 કલાક સુધી ડ્રાઇવ કરીને આ દુકાનોમાંથી 1500-2500 રૂપિયા કિલો મીઠાઇની ખરીદી કરી રહ્યા છે. અમેરિકનો ખૂબ લોકપ્રિય અને ઑનલાઇન ઉપલબ્ધ ન હોય તે મીઠાઇઓ માટે પડાપડી કરી રહ્યા છે. તેના માટે લોકો લોંગ ડ્રાઇવ પણ કરે છે. અહીં કેસર કાજુકતરી 2500 રૂપિયે કિલો, ચોકલેટ રોલ અને ચોકલેટ બરફી 2300, મલાઇ સેન્ડવિચ 2000 રૂપિયા કિલોના ભાવે મળી રહી છે. અમેરિકામાં કાજુકતરી સૌથી વધુ લોકપ્રિય મીઠાઇ છે.
અમેરિકામાં રહેતા ભારતીયોમાં તો આ મીઠાઇઓની દીવાનગી જોવા મળે જ છે પરંતુ સાથે સાથે અન્ય સમુદાયના લોકોમાં પણ મીઠાઇઓ લોકપ્રિય છે. ન્યૂયોર્કના મહારાજા સ્વીટ્સના માલિક સુખદેવ બાવાના મેનુમાં 80થી વધુ મીઠાઇઓ છે. તેમના કર્મચારી નિયમિતપણે ભારત આવીને મીઠાઇની નવી રેસિપી શીખીને પરત જાય છે. તેમની મીઠાઇની માંગ સમગ્ર અમેરિકામાં એ માટે છે કે તેઓ શુદ્વ દૂધ અને ઘીમાંથી મીઠાઇ બનાવે છે, જ્યારે અહીં લોકો સામાન્યપણે દૂધ પાઉડરનો પણ ઉપયોગ કરે છે. અમેરિકામાં ભારતીય મીઠાઈઓની દુકાનો દીવાળીના દિવસોમાં વીસ વીસ કલાકો ચોવીસ કલાક દરમિયાન ખુલ્લી રખાતી હોવા છતાં ગ્રાહકોની ભીડ એટલી હોય છે કે ભીડને કાબુમાં રાખવા ખાસ સિક્યુરિટી ગાર્ડ રાખવા પડે છે.