Published by : Rana Kajal
- IT કંપનીઓને વેપારમાં ફટકો પડવાની સંભાવના…
અમેરિકા તથા યુરોપમાં બેન્કો નબળી પડી રહી છે. તેની અસર ભારતની IT કંપનીઓના વેપારમાં ફટકો પડવાની સંભાવના ઉભી થઈ છે…આ સંભવિત આર્થિક સંકટ અંગે વધુ વિગત જોતાં અમેરિકા તથા યુરોપની બેન્કિંગ કટોકટી ભારતના 245 અબજ ડોલરના આઇ.ટી.બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ એટલેકે B.P.M.ઉદ્યોગને ફટકો મારી શકે છે . અત્રે નોંધવું રહ્યું કે દેશના કુલ આવકમાંથી અંદાજે 40 ટકા આવક બેન્કિંગ, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને ઇન્સ્યોરન્સ એટલે કે BFSI ક્ષેત્રમાંથી થાય છે. તે સાથે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયાના સૂત્રોએ જણાવ્યું હતું કે અમેરિકાના તાજેતરના બેન્ક ધબડકાની અસર ભારતના અર્થકારણ પર ખુબ મર્યાદિત પડશે. આગામી નાણાકીય વર્ષમા ભારતની આર્થિક વિકાસની ગતિ જળવાશે એમ પણ RBI ના સૂત્રોએ જણાવ્યું હતું