Published By : Patel Shital
- ચીનના ભારત સાથેની સરહદ પરના કેટલાક પગલા ઉશ્કેરણી જનક એમ અમેરિકાએ જણાવ્યું હતુ…
વ્હાઈટ હાઉસ અમેરિકાનાં સૂત્રોએ જણાવ્યું હતુ કે ભારત અને ચીનની સરહદ પર ચીન દ્વારા લેવામાં આવેલા કેટલાક પગલા ઉશ્કેરણી જનક છે. સાથે જ એમ પણ જણાવ્યું હતું કે અમેરિકા ભારતની વધુ નજીકથી કામ કરશે. જો કે એમ પણ જણાવવામાં આવ્યું હતું કે અમેરિકા અને ભારત સાથી દેશ નથી. પરંતું કેટલીક બાબતોએ ભાગીદારો છીએ અને તેથી જ સાથી દેશ ન હોવા છતાં ભારત અને અમેરિકા ખુબ નજીક છે.
ચીન દ્વારા વારંવાર સરહદી વિસ્તારમાં કોઈને કોઈ હિલચાલ કરવામા આવે છે. જેના પગલે ભારત અને ચીનના સંબધોમાં વધુ અંતર આવી જાય છે આવી હરકતોના પગલે ભારતના સરહદી વિસ્તારોમાં શાંતીનું કાયમી વાતાવરણ ન રહેતા ઘણી સમસ્યાઓનું સર્જન થાય છે. આવા સરહદી વિસ્તારનાં વિવાદોમાં પણ અમેરિકા ભારત ને સમર્થન આપતું રહ્યું છે.