અમેરીકા
દુનિયાના સૌથી વધુ ખતરનાક ફાઈટર જેટમાં અમેરિકાના F-3 5 જેટનો સમાવેશ થાય છે જેની ડિલિવરી ફરી શરૂ થનાર છે તેવી વાતો વહેતી થતાં હલચલ મચી ગઇ છે આ ફાયટર જેટને લોકહીડ માર્ટિન કોરપ દ્વારા બનાવવામાં આવે છે પેન્ટા ગોનના સૂત્રોએ એમ પણ જણાવ્યું કે ચીની મૂળના મિશ્ર ધાતુને જેટના એન્જિનના હિસ્સામાં જવાની છૂટ હોવાથી હવે ડિલિવરી ખુબ જલ્દી કરવામાં આવશે. અત્રે નોંધપાત્ર બાબત એ પણ છે કે અમેરિકાના આ જેટના કેટલાક પાર્ટ્સ ચીનની બનાવટના પણ છે. પરંતુ ઍક બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે હવે જ્યારે અમેરીકાએ આ જેટની ડિલિવરી અંગે નિર્ણય લેતા ખૂબ ઝડપથી બધાજ સમીકરણો બદલાઇ જાય તેવી સંભાવના પણ સર્જાઈ છે. જેના કારણે સમગ્ર વિશ્વ ની નજર અમેરિકાના જેટ વિમાનોની ડિલિવરી પર હોવાનુ હાલ જણાઈ રહ્યું છે