રામની નગરી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય ઝડપી ગતિએ ચાલી રહ્યુ છે. મંદિર હવે આકાર લેવા લાગ્યુ છે. દિવસેને દિવસે ઊંચાઈએ પહોંચેલા રામ મંદિર નિર્માણની વધુ એક તાજેતરની તસવીરને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જાહેર કરી છે.
રામ મંદિર નિર્માણમાં હવે સ્તંભ લગાવવાનું કાર્ય શરૂ થઈ ગયુ છે. રામ મંદિરના પ્રથમ માળમાં 166 સ્તંભ લગાવવામાં આવશે. આ સ્તંભ 20-20 ફૂટ ઊંચા હશે. ગર્ભગૃહ સહિત સમગ્ર ભોંય તળિયે એક સાથે સંપૂર્ણ છત નાખવામાં આવશે.
ડિસેમ્બર 2023 સુધીમાં ભગવાન રામલલાના મંદિરના ભોંયતળિયાનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ જશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય તરફથી આ તસવીર જાહેર કરવામાં આવી છે. રામ મંદિરની ભવ્યતા અને નિર્માણ કાર્યને લઈને ટ્રસ્ટ તરફથી સમયાંતરે ફોટો અને વીડિયો જારી કરવામાં આવે છે. જેમાં નિર્માણ કાર્યની સ્તર જણાવવામાં આવે છે.