Published By : Parul Patel
રાજ્યસભાના પૂર્વ સભ્ય સુબ્રમણ્યમ સ્વામી વડોદરાની પારુલ યુનિવર્સિટીના મહેમાન બન્યા, તેમણે કોલેજના લો ફેસ્ટિવલમાં ભાગ લીધો. પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે રાહુલ ગાંધીને બાલિશ કહ્યા, તો મોદીને અર્થવ્યવસ્થામાં નિષ્ફળ ગણાવ્યા.
પોતાના તીખા વલણ માટે જાણીતા સુબ્રમણ્યમ સ્વામીએ મોદીને દેશની અર્થવ્યવસ્થાને લઈને સૌથી મોટા નિષ્ફળતા ગણાવ્યા. તેમણે કહ્યું કે સરકાર અર્થવ્યવસ્થા અને ચીનના મામલામાં નિષ્ફળ રહી છે. રામ મંદિરના મુદ્દામાં તેમણે કહ્યું કે મોદીએ આ નથી કર્યું ઉલટું એ તો તેમાં ટાંગ અડાવતાં હતા. તેમણે એમ પણ કહ્યું કે મોદી અર્થવ્યવસ્થામાં નિષ્ફળ ગયા છે, તેથી તેમણે આગામી ચૂંટણીમાં પણ ઊભા ન રહેવું જોઈએ.
હિંદુ રાષ્ટ્ર અંગે તેમણે કહ્યું કે હિંદુ રાષ્ટ્ર બનાવવા માટે દેશનું વિભાજન કરવામાં આવ્યું હતું. અહીં મુસલમાનો રહી શકે, પણ સંસ્કૃતિ હિંદુ હોવી જોઈએ.
રાહુલ ગાંધી અંગે તેમણે કહ્યું કે હું એ નથી કહી શકતો કે તેમને સુપ્રીમમાંથી શું નિર્ણય મળશે, પરંતુ તેઓ બાલિશ વાત કરી રહ્યા છે. ઘણા મુદ્દા છે જે ઉઠાવવા જોઈએ પણ તે બાલિશ વાતોમાં જ રહે છે.