Published by : Rana Kajal
હોલિવૂડ ફિલ્મ ‘અવતાર ધ વે ઓફ વોટર‘ તેની રિલીઝને લઈને સતત ચર્ચામાં છે. ફિલ્મની રિલીઝના બે વીકએન્ડ પૂરા થઈ ગયા છે અને શાનદાર કમાણી ચાલુ છે. જેમ્સ કેમરનની ફિલ્મ ‘અવતાર ધ વે ઓફ વોટર’એ અત્યાર સુધી કમાણીના મામલામાં બોલિવૂડ અને સાઉથની ઘણી મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. ફિલ્મે 10 દિવસમાં 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે. હવે મેકર્સની નજર 300 કરોડના આંક પર છે,
‘અવતાર ધ વે ઓફ વોટર’ તેની રિલીઝના બીજા વીકએન્ડના પહેલા જ દિવસે 200 કરોડના ક્લબમાં પ્રવેશી ચૂકી છે. જે બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જો ફિલ્મની કમાણીની સ્પીડ એવી જ રહી તો આ ફિલ્મ તમામ ફિલ્મોને પાછળ છોડી દેશે. થિયેટરોના માલિકો ‘અવતાર ધ વે ઓફ વોટર’ વધુ દિવસો સુધી રાખવા માંગે છે. જેમણે આ ફિલ્મ જોઈ નથી, તેઓ તેને જોવા માટે થિયેટરોમાં પહોંચવા માટે સમય કાઢી રહ્યા છે.
પ્રથમ વિકેન્ડમાં ફિલ્મ ‘અવતાર ધ વે ઓફ વોટર’એ કુલ 120 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. બીજા વિકેન્ડમાં, ફિલ્મનું કુલ કલેક્શન 252 કરોડ સુધી પહોંચી ગયું છે. ફિલ્મ ‘અવતાર ધ વે ઓફ વોટર’ની ઓપનિંગ પણ ઘણી ધમાકેદાર રહી હતી. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે, જો ફિલ્મ દરરોજ કરોડોની કમાણી કરતી રહેશે, તો તે ટૂંક સમયમાં 300 કરોડ સુધી પહોંચી જશે.