Published By: Aarti Machhi
કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે. માણસ જ્યારે પ્રેમમાં હોય ત્યારે કંઈ જ જોતો નથી. ત્યારે એક એવી રસપ્રદ પ્રેમ કહાની સામે આવી છે. આ પ્રેમ કહાની છે ત્રણ સંતાનના કોલંબિયાના યુવાનની…
મળતી માહિતી અનુસાર, કોલંબિયાની રાજધાની બગોટામાં રહેતા ક્રિશ્ચિયન મોન્ટેનેગ્રો નતાલિયા નામની ઢીંગલીના પ્રેમમાં પડ્યો છે. આ મામલો ચર્ચામાં આવ્યો ત્યારે તેણે ખુલાસો કર્યો કે તેની મંગેતર એટલે કે ઢીંગલીએ તેના ત્રણ બાળકોને જન્મ આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બાળક પણ એક પ્રકારના ડોલ જ છે.

ક્રિશ્ચિયન મોન્ટેનેગ્રો અને નતાલિયા વચ્ચેના સંબંધ અંગે તેઓએ જણાવ્યું હતું કે ‘નતાલિયા અને તે પરિણીત છે. તેઓએ કહ્યુ હતુ કે વર્ષો સુધી એકલા રહીને તે થાક્યા બાદ તેઓએ ઢીંગલી નતાલિયા ડેટ કરવાનું શરૂ કર્યું. ગયા વર્ષે જ તે લગ્ન કરવા માંગતો હતો પરંતુ તેના નાના બાળકના જન્મને કારણે તે થઈ બન્યું ન હતું. આ પછી અમારે લગ્નનું પ્લાનિંગ કર્યું હતુ. તેઓએ એમ પણ કહ્યું હતું કે અમે સાથે બેસીને ઘણી વાત શેર કરીએ છીએ.