Published by : Rana Kajal
આંખો આપણા શરીરનો મહત્વનો ભાગ છે. આપણે આંખોના પ્રકાશથી જ બધું જોઈ શકીએ છીએ, પરંતુ સમય જતાં આંખો નબળી પડવા લાગે છે. આજકાલ યુવાનોમાં આંખોની રોશની ઓછી થવાની સમસ્યા પણ જોવા મળી રહી છે. નાના બાળકો પણ ચશ્મા પહેરે છે.
હવે મોટા ભાગનું કામ લેપટોપ અને કમ્પ્યુટર પર જ થાય છે. સીટીંગ જોબ ધરાવતા લગભગ તમામ લોકો લેપટોપ સ્ક્રીન પર દરરોજ 8 થી 9 કલાક વિતાવે છે. આવી સ્થિતિમાં આંખોની રોશની નબળી પડવી, આંખોમાં દુખાવો, આંખોની નીચે ડાર્ક સર્કલ કે લાલ આંખો થઈ જવી જેવી સમસ્યાઓ થવા લાગે છે. તમારી આંખોની રોશની વધારવા માટે અહીં અમે તમને જણાવીશુ ઘરેલું ટિપ્સ જે તમને મદદ કરશે.
ગાયનું ઘી
ગાયનું ઘી આંખોની રોશની માટે ખૂબ જ સારું છે. તે માત્ર આંખનું તેજ વધારે છે પરંતુ તમને દરેક રીતે સ્વસ્થ રાખવાનું કામ કરે છે. આંગળી પર થોડું ગાયનું ઘી લઈને આંખમાં લગાવવાથી આંખના દુખાવામાં રાહત મળે છે અને તેજમાં વધારો થાય છે.
આંખોમાં ગુલાબજળના ટીપાં નાખો
આંખો માટે રિફાઈંડ ગુલાબ જળ આવે છે. જે નેઝલ આઈ ડ્રોપ સાથે આવે છે. આ તમને કોઈપણ મેડિકલ સ્ટોર પર મળી રહે છે. રાત્રે સૂતા પહેલા આ ગુલાબજળનું એક ટીપું આંખોમાં નાખવાથી આંખોની વિવિધ સમસ્યાઓથી છુટકારો અપાવે છે.
આંખની યોગ્ય સફાઈ
એક મગમાં પાણી લો અને આંખો ધોઈ લો. પહેલા કોઈપણ એક આંખને પાણીની આ ઉપરી સપાટી પર રાખો અને પાંપણોને ઝબકાવતા રહો, એટલે કે પાણીની અંદર પાંપણોને ખોલો અને બંધ કરતા રહો. આ જ પ્રક્રિયા બંને આંખોથી કરો અને દિવસમાં એકવાર 2 થી 3 મિનિટ સુધી કરો. આ આંખોને સાફ કરવામાં અને આંખોના હાઇડ્રેશનમાં પણ મદદ કરે છે.
ઘાસ પર ચાલો
આજના યુવાનોને કદાચ ખબર નહીં હોય કે લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી આંખોની રોશની વધે છે. આના તબીબી કારણો શું છે, તે અહીં કહી શકાય તેમ નથી. તેનું કારણ છે કે તેના એક નહી પરંતુ અનેક ફાયદા છે. પરંતુ જો તમે દરરોજ સવારે ઘાસ પર પડેલા ઝાકળના ટીપાં પર ખુલ્લા પગે ચાલો તો આંખોની રોશની વધે છે.
ત્રિફળા ચૂર્ણ
પેટને સાફ રાખવાથી લઈને પાચનક્રિયા સુધારવા અને ચયાપચયને વધારવામાં ત્રિફળા ચૂર્ણ કામ કરે છે.ત્રિફળા ચૂર્ણ ખાવાથી આંખોની રોશની પણ સુધરે છે.