Published by : Rana Kajal
હાલમાં ગાંધીનગર ખાતે યોજાયેલ અખિલ ભારતીય આંજણા સમાજની મહાસભાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સમાજના આગેવાન હરિભાઈ ચૌધરીને “સમાજ રત્ન”એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આંજણા સમાજની મહેનતના પગલે ઉત્તર ગુજરાતની ધરતી દુધ અને ઘીથી મહેકતી થઈ છે તેથી જ આ વિસ્તારની દૂધની ડેરીઓનો પણ વિકાસ થયો છે.એટલું જ નહી શ્વેત ક્રાંતિની સફળતામાં પણ સમાજનો મોટો ફાળો રહયો છે. આ સમાજ જમીન ચીરીને અનાજ પેદા કરે છે. ગાંધીનગર ખાતે આયોજીત આ કાર્યક્રમમા પૂજ્ય મહંત દયારામજી મહારાજ અને સ્વામી સચ્ચિદાનંદ મહારાજે પ્રાસંગિક પ્રવચન કરી આંજણા સમાજના પ્રદાનને બિરદાવ્યું હતું. ભારતના ગુજરાત સહીત જુદા જુદા વિસ્તારોમાંથી આંજણા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.