- મજબૂત નેટવર્ક ઉભુ કર્યુ હોવાની શંકા…
આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા કે જેઓ નશીલા દ્રવ્યોનાં કાળા વેપલા સાથે સંકળાયેલા છે. તેઓની નજર ભારત પર છે મળતી ચોંકાવનારી માહિતી મુજબ આતંકવાદ અને અન્ય ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલા ગુનેગારો નશીલા દ્રવ્યોનાં વેપલામાં સામેલ હોય તેવી શંકા સેવાઈ રહી છે. અત્યાર સુધી ભારતની વિવિઘ એજન્સીઓ દ્વારા કરોડો રૂપિયાનું ડ્રગ પકડી પાડવામાં આવ્યું છે. જેની તપાસ દરમિયાન એમ જણાયું છે કે કદાચ નશીલા દ્રવ્યોનું નેટવર્ક અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઈરાન સાથે સંકળાયેલું હોય શકે છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે નશીલા દ્રવ્યો ગુજરાતનાં દરિયા કાંઠા જેવા વિસ્તારો અને પંજાબ જેવા સરહદી વિસ્તારોમાંથી સતત દેશમાં ઘુસેડવામાં આવી રહ્યા હોવાની સંભાવના જણાઈ રહી છે.