Published by : Rana Kajal
- ખજાનો ક્લીન એનર્જી, એરોસ્પેસ તેમજ રક્ષા ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ…
ભારતના દક્ષિણ વિસ્તારનાં રાજ્ય એવા આંધ્રપ્રદેશમાથી અમૂલ્ય ખજાનો મળી આવ્યો છે. આ ખજાનાનો ઉપયોગ ક્લીન એનર્જી, એરો સ્પેસ તેમજ રક્ષાક્ષેત્ર માટે ખૂબ મહત્વપૂર્ણ સાબીત થશે એમ વૈજ્ઞાનિકોએ જણાવ્યુ હતું.
મળતી માહીતી મુજબ આંધ્રપ્રદેશના અનંત પુર જિલ્લામાંથી અતિ દુર્લભ કહી શકાય એવા તત્વો મળી આવ્યા છે.આ તત્વોની ખાસીયત એ છે કે તેનો ઉપયોગ મોબાઈલથી માંડીને ટીવી અને કોમ્પ્યુટર માટે ખાસ ઉપયોગી છે. સાથે નોંધપાત્ર બાબત એ છે કે હૈદરાબાદની નેશનલ જીઓફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિ્ટયૂટ ના વૈજ્ઞાનિકો સાઇનાઇટ જેવા પદાર્થોનું સંશોધન કરી રહ્યા હતા ત્યારે આ દુર્લભ ખજાનો મળી આવ્યો હતો. અત્રે નોંધવું રહ્યું કે ભારત ખુબ જંગી ખનીજ સંપત્તિ ધરાવે છે. જેમ જેમ સંશોધનો થતા જાય છે. તેમ તેમ વધુ ને વધુ કુદરતી સંપત્તિ મળતી જાય છે. તાજેતરમા કાશ્મીર વિસ્તાર માથી લિથિયમ જેવુ કિંમતી ખનીજ મળી આવ્યું હતું