દેશમા રાજકીય નેતાઓ દ્વારા શકિત પ્રદર્શન અંગે રોડ શોનુ આયોજન કરવામાં આવે છે. પરતું ઘણી વખત રોડ શોમાં નાસભાગ મચતા લોકોના મોત નીપજ્યા હોવાના બનાવો પણ બને છે. જેમકે આંધ્રપ્રદેશમાં રોડ શોમાં નાસભાગ મચતા 8 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. જ્યારે 10 કરતા વધુ ઇજાગ્રસ્તો ગંભીર હાલતમાં હોવાનુ જાણવા મળેલ છે..
આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં બુધવારે ચંદ્રબાબુ નાયડુના રોડ શો યોજાયો હતો. જેમાં ભાગદોડ મચી ગઈ હતી. જેમાં આઠ લોકોના મોત નીપજ્યા હતા.આ રોડ શો કુંદુકુરમાં યોજાયો હતો. અફરાતફરીના કારણે અન્ય કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. મળતી માહિતી અનુસાર રોડ શો દરમિયાન પાર્ટીના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેના કારણે રોડ શોમાં નાસભાગ મચી હતી. જેમાં ટીડીપીના આઠ કાર્યકરોનાં મોત થયા છે. એનટીઆર ટ્રસ્ટે મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.