Published By:-Bhavika Sasiya
- ભગવાન રામની સૌથી ઉંચી પ્રતિમાં આંધ્ર પ્રદેશમાં તૈયાર કરવાનું આયોજન થઈ રહ્યું છે.
ભગવાન રામની સૌથી મોટી પ્રતિમા 108 ફૂટની હશે અને તેને બનાવવાનું કામ શિલ્પકાર રામ વનજી સુતાર કરશે. તેમણે વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઈન તૈયાર કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાન રામની સૌથી મોટી પ્રતિમાનુ શિલાન્યાસ કર્યુ. આંધ્ર પ્રદેશમાં કુર્નૂલ પાસે નંદ્યાલ જિલ્લાના મંત્રાલયમમાં બનાવવામાં આવી રહેલી આ પ્રતિમા ભગવાન રામની દેશની સૌથી મોટી પ્રતિમા હશે.
આ 108 ફૂટ લાંબી પ્રતિમા ‘પાંચલોહા’ની બનશે. જય શ્રી રામ ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવી રહેલી આ પ્રતિમાના નિર્માણ પાછળ 300 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. શ્રી રાઘવેન્દ્ર સ્વામી મઠ દ્વારા ભગવાન રામની આ પ્રતિમા માટે 10 એકર જમીન દાનમાં આપવામાં આવી છે, જેથી આ જમીન પર દેશની સૌથી મોટી રામ પ્રતિમા બનાવી શકાય. આ પ્રતિમા શિલ્પકાર રામ વનજી સુતાર દ્વારા બનાવવામાં આવશે, જેમણે ગુજરાતના કેવડિયામાં વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઇન તૈયાર કરી છે. વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને દેશના પ્રથમ ગૃહમંત્રી વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે. હવે આ મૂર્તિને ડિઝાઇન કરનાર શિલ્પકાર ભગવાન રામની સૌથી મોટી મૂર્તિ બનાવી રહ્યા છે ગૃહમંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને વર્ચ્યુઅલ રીતે રામ પ્રતિમાનો શિલાન્યાસ કર્યો હતો. રાઘવેન્દ્ર સ્વામી મઠના પૂજારી સુબુેન્દ્ર તીર્થ સ્વામી અને ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ ટીજી વેંકટેશ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.