હવે એપલ મોબાઇલમાં ઉપયોગમાં લેવાતાં એવા સ્પેરપાર્ટ્સ ચીનમાં નહિ પરંતુ સુરતમાં બનશે જે બાબત ભારત દેશ અને ગુજરાત રાજ્ય માટે ગૌરવની બાબત કહી શકાય. તાજેતરમાં સુરતની હીરા અને ઈજનેરી કપની સાથે સંકળાયેલી કંપનીએ એપલ કોર્પોરેશન સાથે રૂ 1000 કરોડના એમ ઓ યુ સાઈન કર્યા છે. એમઓયુ મૂજબ સુરતની કંપની દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી એપલ કપનીના મોબાઇલ ફોનના મહત્વના સ્પેરપાર્ટ્સ તૈયાર કરવામાં આવશે તે સાથે ચીનમાં સ્પેરપાર્ટ્સ બનાવતી કંપની સાથેનો કોન્ટ્રાક્ટ પુર્ણ થયા બાદ સુરતની કંપની તેનુ કામકાજ શરૂ કરશે અત્રે નોંધવુ રહ્યું કે એપલ દ્વારા સ્પેરપાર્ટ્સ મેન્યુફેકચરિંગ માટે ગ્લોબલ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. વિશ્વની જુદી જુદી કપનીઓ દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યું હતુ. જેમાં સુરતની એન્જીનીયરીંગ કપનીના ભાવો અને શરતો યોગ્ય લાગતા એપલ મોબાઇલ કંપની દ્વારા સુરતની એન્જીનીયરીંગ કપની સાથે એમ ઓ યુ કરવામાં આવ્યું હતું.
આઈફોનના સ્પેરપાર્ટ્સ ચીનમાં નહિ પરંતુ સુરતમાં બનશે…
RELATED ARTICLES