આ વર્ષના ‘ઇન્ડિયા-યુકે અચીવર્સ ઑનર્સ’ની ‘આર્ટ્સ,એન્ટરટેન્મેન્ટ એન્ડ કલ્ચરલ’ શ્રેણીમા ‘આઉટસ્ટેન્ડિંંગ અચીવર’ તરીકે પરિણીતી ચોપરાની પસંદગી કરવામાં આવી છે.આ મહિનાના અંતમાં યુકેની સંસદમાં યોજાનારા સન્માન સમારોહમાં યુકેમાં અભ્યાસ કરનારા ભારતીય વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને વ્યાવસાયિક સિધ્ધિઓની ઉજવણી ભારતની સ્વાતંત્રતાના ૭૫માં વર્ષ નિમિત્તે કરવામાં આવશે. પરિણીતીએ ત્યાંની માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલમાંથી બિઝનેસ, ફાઇનાન્સ અને ઇકોનોમિક્સની ટ્રિપલ ઑનર્સ ડિગ્રી મેળવી છે તેથી તેને તેની ઉત્કૃષ્ટ સિધ્ધિઓ માટે આ સન્માન આપવામાં આવશે. યુકેના મંચ પર પરિણીતી ભારતનું પ્રતિનિધિત્વ કરવાની હોવાથી સન્માન સમારોહમાં તેના માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.