Home Accident આકાશી વીજળીને લઈ ઔદ્યોગિક આગની પ્રથમ ઘટના

આકાશી વીજળીને લઈ ઔદ્યોગિક આગની પ્રથમ ઘટના

0
  • -ઝઘડિયાની પેન્ટા ફોર્સ કંપની ઉપર વીજળી પડતા ભીષણ આગ, કંપની ભડકે બળી
  • -ત્રણ વસાહતના ફાયર ફાઈટરો ઘટના સ્થળે
  • -કોઈ જાનહાની નહિ હોવાના અહેવાલ
  • -ભરૂચમાં લાંબા વિરામ બાદ 6 તાલુકામાં ગાજવીજ સાથે મેઘમહેર

ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લામાં આકાશી વીજળી પડવાથી કંપની ભડ ભડ ભડકે બળી હોવાની પેહલી દુર્ઘટના ઝઘડિયા GIDC માંથી સામે આવી છે.

ભરૂચ જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ગુરૂવારે સમી સાંજે ગાજવીજ સાથે તોફાની વરસાદ તૂટી પડ્યો હતો. વીજળીના ચમકારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

જોકે ભાદરવાના ગાજવીજ સાથે વરસેલા વરસાદમાં ઝઘડિયા GIDC માં એક કંપનીને ભડકે બાળી હતી. ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લામાં આકાશી વીજળી પડવાથી કંપની સળગી ઉઠવાની આ પ્રથમ ઘટના સામે આવતા લોકોમાં પણ ભારે અચરજ સર્જાયું છે.

ઝઘડિયા જીઆઇડીસીની પેન્ટાફોર્સ કંપનીમાં વીજળી પડવાથી ભિષણ આગ ભભૂકી ઉઠી હતી. ભારે પવન સાથે વરસતા વરસાદમાં વિજળી પડવાના કારણે પેન્ટાફોસ નામની કંપનીમાં આગ લાગી હોવાની ઘટનાએ સૌ કોઈને વિચાર વિમર્શ કરતા કરી દીધા છે.

ઝઘડિયા જીઆઇડીસીના પ્લોટ નંબર 830/4 માં પેન્ટાફોસ કંપની સ્પેશિયાલિટી કેમિકલનુ ઉત્પાદન કરે છે. ગાજવીજ સાથે વરસાદ વચ્ચે આકાશી વીજળી કંપની ઉપર ત્રાટકી હતી. અને જોતજોતામાં કંપની ભડકે બળવા લાગી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version