ગુજરાત રાજયમાં અવારનવાર કમોસમી વરસાદ વરસતા આ વર્ષે કિસાનોને ખુબ નુકશાન થયું છે. હજી પણ માવઠું થાય તેવી સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં રાજયના જુદા જુદા વિસ્તારોમાં માવઠુ થાય તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી પાંચ દિવસોમાં ગુજરાત રાજયમાં માવઠુ થાય તેવી સંભાવના છે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત પર આગામી પાંચ દિવસ મોટું સંકટ છે. આગામી પાંચ દિવસમાં નવસારી, ડાંગ, દાદરા નગર હવેલી, તાપી, વલસાડ, સુરતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. એક તરફ ઉનાળો ચાલી રહ્યો છે ત્યાં બીજી તરફ ચોમાસા જેવી આગાહી થઈ રહી છે. ખાસ કરીને આજે હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરાઈ છે જેનાથી ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છેકે, હજુ પણ ગુજરાતના માટે કમોસમી વરસાદની સંકટ ટળ્યું નથી. હવામાન વિભાગ ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી પાંચ દિવસ ગુજરાત પર ભારે રહેશે. ઍવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે