Published by : Rana Kajal
- તા. 2 મેથી 28 જૂન સુધી 29 લગ્નના શુભ મુહુર્ત…
છેલ્લાં લગભગ દોઢ મહિનાથી લગ્ન અને અન્ય શુભ પ્રસંગોના આયોજન પર બ્રેક લાગી ગઇ હતી. પરંતુ આજથી એટલે કે તા. 2 મેથી શુભ લગ્નો અને શુભ પ્રસંગોની શરુઆત થઈ ચુકી છે. આ અંગે વિગતે જોતા શુભ મુહુર્ત ન હોવાના કારણે તા 14 મી માર્ચથી શુભ લગ્નો અને શુભ પ્રસંગો પર બ્રેક વાગી ગઈ હતી. પરંતું આજે તા 2 મે થી શુભમુર્હૂત શરૂ થતાં લગ્ન પ્રસંગો અને શુભ પ્રસંગોની શરૂઆત થઈ ચૂકી છે. તા 2 મેથી 28 જૂન સુધીના બે મહિનામા લગ્ન પ્રસંગો અંગે 29 મુહૂર્તો જણાયા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચ જિલ્લામાં માત્ર લગ્ન પ્રસંગો અને અન્ય શુભ પ્રસંગો પર નભતા હોય તેવા લોકો ખુબ મોટી સંખ્યામાં છે. આવા લોકોને શુભ મુહુર્ત ન હોવાના કારણે લગ્ન પ્રસંગો અને અન્ય શુભ પ્રસંગો પર બ્રેક વાગતા આર્થિક અસર થાય છે આવા લોકોમાં ફરાસખાના, ડી. જે. અને અન્ય ધંધાઓ સાથે સંકળાયેલા લોકોનો સમાવેશ થાય છે. કોરોના મહામારીના સમયમાં આવા ધંધા રોજગાર સાથે સંકળાયેલા લોકોએ એકત્રિત થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં એવી વિનંતી કરવામાં આવી હતી કે કોરોના ગાઈડલાઈનના કારણે તેમને ખુબ આર્થિક સહન કરવું પડી રહ્યું છે.આ બાબત સુચવે છે કે શુભમુર્હૂત અને તેથી શુભ પ્રસંગોનું ભરૂચ જિલ્લામાં કેટલું મહત્વ રહેલું છે