- રાજસ્થાનના જયપુરના ગોવિંદગઢમાં એક પૂજા સિંહ નામની યુવતીએ સાલીગ્રામ સાથે લગ્ન કર્યા…
એક કન્યાએ શાલીગ્રામ સાથે લગ્ન કર્યાં હોવાની ધટના બની હતી આ ઘટના દેશભર માટે ચર્ચાનો વિષય બની ગયો. જયપુરની રહેવાસી 30 વર્ષની પૂજા સિંહે હિન્દુ રિત રિવાજ પ્રમાણે ભગવાન વિષ્ણુની (કૃષ્ણ)ની મૂર્તિ સાથે લગ્ન કર્યા હતા. પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવેલી પૂજાએ મીરાબાઈની જેમ ભગવાન સાથે સાત ફેરા લીધા. જેમાં ગણેશ પૂજાથી માંડીને વિદાય સુધીની તમામ ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી. ભગવાન કૃષ્ણને વર સ્વરૂપ માની પૂજા સિંહે લગ્ન કર્યા હતા.
જૉકે પિતા નારાજ હોવાથી માતાએ કન્યાદાન કર્યું પૂજા સિંહના આ અનોખા લગ્નમાં તેની માતા રતન કંવરે કન્યાદાન કર્યું હતુ. માતાએ કહ્યું, લગ્ન સમારોહનું આયોજન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યુ હતુ. તે આ લગ્નથી ખૂબ જ ખુશ છે. તેમણે દીકરીના આ નિર્ણયનુ સન્માન કર્યું છે. લગ્નની વિધિઓ રીતિ-રિવાજ મુજબ કરવામાં આવી હતી. જેમાં લગભગ બે લાખ રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે. કન્યા પૂજાએ પહેલા પંડિત રાકેશ શાસ્ત્રીને આ વાત જણાવી અને પછી લગ્ન કર્યા. આ અંગે પંડિત રાકેશ શાસ્ત્રીએ જણાવ્યું કે, વિષ્ણુ મૂર્તિ વિવાહ પ્રાચીન સમયથી કહેવામાં આવે છે. તે વર્ષોથી સમયાંતરે ચાલી રહ્યું છે અને જ્યાં સુધી બ્રહ્માંડ અસ્તિત્વમાં છે ત્યાં સુધી આમ થતું રહેશે. જો કોઈ વ્યક્તિ પોતાને ભગવાનને સમર્પિત કરવા માંગે છે. તો તે લગ્ન કરી શકે છે.