Published by : Rana Kajal
હરિયાણા ગુરુગ્રામ નો વિડીયો થયો વાયરલ… યુવાનોની ભક્તિમાં આધુનિકતા છે…. સંગીત પણ છે. આજનો યુવાન માત્ર ભૌતિક સુખમાં ગળાડૂબ છે એવી માન્યતા પ્રચલિત છે પરંતું વાસ્તવમાં એવું નથી આજનો યુવાન પણ ધીરે ધીરે આધ્યાત્મિક બની રહયો છે . જે ભારતીય સંસ્કૃતિ માટે ખુબ સારી નિશાની છે. ભરૂચ જિલ્લા સહીત સમગ્ર ગુજરાત રાજયમાં આવેલા કોમન પ્લોટમાં યોજાતા નવરાત્રિ મહોત્સવ હોય કે શ્રીજી મહોત્સવ હોય આવા ધાર્મિક મહોત્સવમાં યુવાનોની ભુમિકા ખુબ નોધપાત્ર હોય છે. તેવીજ રીતે વિવિઘ ધાર્મિક ઉત્સવોમાં યુવાનો પોતાની ભૂમિકા ભજવતા રહે છે. યુવાનોમાં ભકતોની ભાવના વધી રહી છે. ભરૂચ જિલ્લામાં પણ દર મંગળવાર અને શનિવારે હનુમાનના મંદિરો ખાતે યુવાનો ભક્તિ ભાવના સાથે હનુમાન ચાલીસાના પાઠ કરતા જણાય છે. હા… કેટલીકવાર યુવાનોની ભક્તિની રીત રસમ અલગ હોય છે જેમકે ગુરુગ્રામ ના વાયરલ થયેલ વીડિયોમાં સંગીત સાથે યુવાનો કાફેમા હનુમાન ચાલીસાના પાઠ ભક્તિ ની મસ્તીમાં કરતા જણાય છે.. પરંતું ભક્તિ એ ભક્તિ છે પછી એ કોઇ પણ સ્વરૂપમાં હોય શકે છે. આજનો યુવાન ભક્તિના પથ પર ચાલી નીકળ્યો છે