Home Bharuch Devotional આજે અખાત્રીજ… અખાત્રીજ નું આગવું મહત્વ….

આજે અખાત્રીજ… અખાત્રીજ નું આગવું મહત્વ….

0

Published by : Rana Kajal

અખાત્રીજ વૈશાખ સુદ ત્રીજના દિવસે મનાવવામાં આવે છે આ દિવસે કોઈ પણ શુભકાર્ય માટે મૂહુર્ત જોવાની જરૂર રહેતી નથી. આ દિવસે કરેલા કાર્યોનું અનેકગણું ફળ મળે છે. પુરાણોમાં એમ પણ જણાવાયું છે કે, અખાત્રીજ ખુબ પુણ્ય આપનારી તિથી છે. આ દિવસે કરવામાં આવેલા દાન પૂણ્યનું અનેક જન્મો સુધી ફળ મળે છે. અખાત્રીજના દિવસે સોનું ખરીદવું પણ શુભ માનવામાં આવે છે. અખાત્રીજ સાથે ભવ્ય ધાર્મિક ઈતિહાસ જોડાયેલો છે જેમ કે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મ થયો હતો.આ દિવસે ભગવાન પરશુરામજીની પુજા કરવાનું પણ ધાર્મિક મહત્વ છે. અખાત્રીજના દિવસે ગંગામૈયા ધરતી પર અવતર્યાં હતા. આ દિવસે ગંગા સ્નાનનું પણ અનેરૂ ધાર્મિક મહત્વ છે. અખાત્રીજના દિવસે મા અન્નપૂર્ણાંનો જન્મદિવસ હોવાથી આ દિવસે ગરીબોને ભોજન આપવામાં આવે છે. અન્નપૂર્ણાંના પુજનથી ઘર ધાન્યથી ભરપુર રહે છે. સાથેજ અખાત્રીજના દિવસે જ અખાત્રીજના દિવસે મહર્ષિ વેદવ્યાસજીએ મહાભારત લખવાની શરૂઆત કરી હતી.અખાત્રીજના દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 18મો અધ્યાય વાંચવો જોઈએ. અખાત્રીજના દિવસે બંગાળમાં ગણેશજી અને લક્ષ્‍મીજીની પુજા થાય છે બંગાળમાં અખાત્રીજના દિવસે વેપારીએ ચોપાડા પુજન કરે છે. અહીં અખાત્રીજને ‘હલખતા’ કહેવામાં આવે છે. અખાત્રીજના દિવસે જ પાંડવપુત્ર યુદ્ધિષ્ઠિરને અક્ષય પાત્ર મળ્યું હતું. અક્ષય પાત્રમાં ક્યારેય ભોજન પુરું થતું નથી. આ દિવસે શુભકાર્યનું વિશેષ મહત્વ છે. આ દિવસે ગરીબને ઘરે બોલાવીને ભોજન કરાવવું જોઈએ. આવું કરવાથી ઘર ધન-ધાન્યથી ભરપૂર રહે છે. તેમજ કમાણીનો થોડો ભાગ દાન કરવાનું પણ અનેરું ધાર્મિક મહત્વ છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version