Published By : Patel Shital
- આજનો દિવસ ખુબ પ્રેરણા દાયક…
- ભરૂચ ફાયર બ્રિગેડ દ્વારા વિવિઘ કાર્યક્રમો યોજાયા….
તા 14 એપ્રિલના દિવસને અગ્નિ શમન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેનો ઇતિહાસ ખુબ ગૌરવ ધરાવે છે. ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા પણ અગ્નિ શમન દિનની ઉજવણી કરવામાં આવી.
ફાયર સર્વિસ ડે અથવા નેશનલ ફાયર સર્વિસ ડે દર વર્ષે 14 એપ્રિલે ઉજવવામાં આવે છે. આ અંગે વિગતે જોતાં તા 14 એપ્રિલ, 1944 ના રોજ મુંબઈ બંદરમાં કપાસની ગાંસડીઓ, વિસ્ફોટકો અને યુદ્ધના સાધનો લઈ જતા ફોર્ટસ્ટીકન નામના માલવાહક જહાજમાં અચાનક આગ લાગી હતી. આગના સમાચાર મળતાની સાથે જ મુંબઈ ફાયર સર્વિસના સેંકડો અધિકારીઓ અને કર્મચારીઓને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. પોતાના જીવનને ધ્યાનમાં લીધા વિના બહાદુરી દાખવતા આ બહાદુર જવાનોએ આગ ઓલવવાનો પૂરો પ્રયાસ કર્યો અને આગને કાબૂમાં લેવામાં આવી. પરંતુ બોર્ડમાં વિસ્ફોટક સામગ્રી હોવાના કારણે આગની ઝપેટમાં આવતા 66 ફાયરમેનોએ જીવ ગુમાવ્યા હતા. દર વર્ષે 14 મી એપ્રિલે આ 66 સૈનિકો દ્વારા પ્રદર્શિત સાહસ અને બહાદુરીની યાદમાં દેશભરમાં નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી ભરૂચ ખાતે પણ કરવામાં આવી ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડ દ્વારા વિવિઘ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.