Published By : Patel Shital
- બપોરે 12.35 કલાકે પડછાયો થઈ જશે ગાયબ…
આજે ખગોળશાસ્ત્રીઓના જણાવ્યાં મુજબ ભરૂચમાં બપોરે 12.35 કલાકે માનવીનો પડછાયો પણ તેનો સાથ છોડી દેશે. એટલે કે પડછાયો નહી જણાય…
આ અનોખી અવકાશી ધટના અંગે વિગતે જોતા સમગ્ર રાજયમાં તા. 23 મે થી તા. 14 જૂન સુઘીના દિવસો દરમિયાન અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ દિવસે અને સમયે”ઝીરો શેડ” એટલે કે પડછાયો નહી જણાય. આવી ધટના કેમ સર્જાશે તે અંગેની વિગતો જોતાં ખગોળશાસ્ત્રીઓના જણાવ્યાં અનુસાર 15 જાન્યુઆરીથી સૂર્ય ધીમે ધીમે ઉત્તર દિશામાં જાય છે. સૂર્યની આ સફર દરમિયાન વર્ષમાં બે વાર સુર્ય માનવીના એકદમ માથા પર આવી જતો હોવાથી પડછાયો જણાતો નથી. આવી જ ધટના આજે તા. 29 મે, 2023 ના રોજ બનવાની છે આ ઘટના અંગે લોકોમાં ખાસ ઉત્તેજના જણાઈ રહી છે.