T20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમે 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરવાની છે. આ મેચ પહેલા ભારતીય ટીમે સત્તાવાર રીતે બે પ્રેક્ટિસ મેચ રમવાની છે. આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રેક્ટિસ મેચ ભારતીય સમય અનુસાર સવારે 9.30 વાગ્યાથી રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રેક્ટિસ મેચ બ્રિસ્બેનના ગાબા ખાતે રમાશે. આ એ જ મેદાન છે જ્યાં ભારતે ગયા વર્ષે યાદગાર ટેસ્ટ મેચ જીતી હતી.
ઓસ્ટ્રેલિયા આ વખતે સૌથી ફેવરિટ ટીમોમાંની એક છે, તેથી ટીમ ઈન્ડિયા માટે આ પ્રથમ વખત હશે કે તે પોતાની નબળાઈ અને શક્તિને અજમાવી શકે. અત્યાર સુધીમાં ભારતે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામે ઓસ્ટ્રેલિયાની ધરતી પર બે પ્રેક્ટિસ મેચ રમી છે, જેમાં ટીમને એકમાં જીત અને બીજીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.