Published by : Rana Kajal
- નરેન્દ્ર મોદીને સરમુખત્યાર કહી તેમને હટાવવાની અપીલ પણ કેજરીવાલે કરી…
દિલ્હીમાં કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલ અધ્યાદેશના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા રામલીલા મેદાનમા શકિત પ્રદર્શન નુ આયોજન કરવામાં આવ્યું હતું. આ શકિત પ્રદર્શન સમા કાર્યક્રમમા દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે અધ્યાદેશ અંગે જણાવ્યુ હતુ કે આજે અમારો વારો છે આવનારા દિવસોમાં અન્ય રાજ્યોનો પણ વારો આવશે. આમ જણાવી કેજરીવાલે અન્ય રાજ્યોને સમયસર સચેત થઈ જવા અપીલ કરી હતી. અરવિંદ કેજરીવાલે ખુબ બુદ્ધિપૂર્વક 12 વર્ષ યોજાયેલા ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનનો ઉલ્લેખ કર્યો હતો. અને જણાવ્યુ હતુ કે આજ રામલીલા મેદાનમાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન નુ બ્યુગલ ફૂકાયું હતું. હવે ઍક સરમુખત્યારને હટાવવો જરૂરી છે. અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદીને સરમુખત્યાર તરીકે ઓળખાવ્યા હતા.