Published by : Vanshika Gor
ભારત રાષ્ટ્ર સમિતિ આજે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં મહિલા અનામત બિલના સમર્થનમાં પ્રદર્શન કરશે જેમાં 18 વિપક્ષી પક્ષોએ સમર્થન આપ્યુ છે. તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની પુત્રી કે. કવિતાએ કહ્યું કે તે મહિલા આરક્ષણ બિલના સમર્થનમાં એક દિવસીય ભૂખ હડતાળ પર જશે.
BRS નેતા કવિતાએ કહ્યું કે તેમણે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને મહાસચિવ કેસી વેણુગોપાલને ધરણા પર રજૂઆત કરવા જણાવ્યું છે. કવિતાએ દિલ્હીમાં ગઠબંધન સરકારનું નેતૃત્વ કરવા છતાં બિલને સમર્થન આપવા બદલ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની પણ પ્રશંસા કરી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ પક્ષોએ મહિલા આરક્ષણ બિલને પાસ કરાવવાનો પ્રયાસ કર્યો છે. હું તે બધાનો આભાર માનું છું ખાસ કરીને સોનિયા ગાંધીનો જેમણે બિલને રાજ્યસભામાં લાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. દેશભરની મહિલાઓ વતી હું તેમની હિંમતને સલામ કરું છું. કારણ કે તે સમયે ગઠબંધનની સરકાર હતી અને તેમ છતાં તેઓએ રાજ્યસભામાં બિલ રજૂ કર્યું હતું.
હું ED નો સામનો કરીશ
કવિતાએ કહ્યું કે તેણે કંઈ ખોટું કર્યું નથી અને EDનો સામનો કરીશ. કવિતા આવતીકાલે દિલ્હીમાં ED સમક્ષ પૂછપરછ માટે હાજર થશે. આ પહેલા તે ગઈકાલે ED સમક્ષ હાજર થવાના હતા. રાષ્ટ્રીય રાજધાનીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા દિલ્હીના આબકારી નીતિ કૌભાંડના આરોપી BRS નેતાએ કહ્યું અમે ભાજપને પાછલા બારણેથી નવ રાજ્યોમાં પ્રવેશતા જોયા છે. તે તેલંગાણામાં પણ આવું કરવા માંગે છે.