- પશુપાલકોનો આક્રોશ ચરસીમા પર……
આજે તા. 21સપ્ટેમ્બરના રોજ મોટી સંખ્યામાં પશુપાલકો હજારો લીટર દૂધ નર્મદા નદીમાં વહેવડાવી દે તેવી સંભાવના છે. પશુપાલકો વિવિઘ પ્રશ્નો અને સમસ્યાઓના પગલે ખુબ આક્રોશમાં હોવાના પગલે પશુપાલકોએ હજારો લીટર દૂધ નર્મદા નદીમાં વહેવડાવી દેવાનો નિર્ણય લીધો હોય તેવું જાણવા મળી રહ્યું છે. પશુપાલકો નર્મદા નદીમાં હજારો લીટર દૂધ વહેવડાવી દેશે આ આક્રોશ ભરેલ દૂધની હડતાલ અંગે મળતી માહિતી મુજબ ભરૂચ તાલુકાનાં હલદરવા ગામનાં હનુમાન મંદિરથી માલધારી સમાજની રેલી દૂધના કેન સાથે નીકળશે. જેમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો અને પશુ પાલકો જોડાશે. આ જંગી રેલી નર્મદા ચોકડી થઈ ભરૂચમાં સવારે 11 કલાકે પહોંચશે. હાલ મળતી માહિતી મુજબ માલધારી સમાજ અને દૂધ ઉત્પાદકો મોટી સંખ્યામાં ભેગા થઈ ભરૂચ નજીકના કેબલ બ્રિજ પરથી નર્મદા મૈયાને હજારો લીટર દૂધથી દૂગ્ધાભિષેક કરશે.
માલધારી સમાજ અને પશુપાલકો કેમ આક્રોશમાં છે તેનાં કારણો જોતાં ઢોર નિયંત્રણ બીલને લઈ ગુજરાતભરમાં વિરોધ થઈ રહ્યો છે આ વિરોધના કારણે માલધારી સમાજ દ્વારા હડતાળનું એલાન આપવામાં આવ્યું છે તેથી ચોર્યાસી ડેરી, અમુલ ડેરી, સુમુલ ડેરીમાં તા. 21ના બુધવારે દૂધની હડતાલનું માલધારી સમાજે એલાન આપ્યું છે.