Published by : Rana Kajal
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બેંગલુરુમાં કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2નું ઉદ્ઘાટન કરશે. આ ટર્મિનલ લગભગ 2.5 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા છે અને આ ટર્મિનલના ગેટ લાઉન્જમાં 5,932 મુસાફરોની બેઠક વ્યવસ્થા હશે. તેમાં 22 કોન્ટેક્ટ ગેટ, 15 બસ ગેટ અને 17 સિક્યુરિટી ચેક લેન હશે. તે ટર્મિનલ-ઇન-એ-ગાર્ડનના કોન્સેપ્ટ સાથે બનાવવામાં આવ્યું છે, જ્યાં મુસાફરો આરામદાયક અનુભવ કરશે. બીજી તરફ પીએમ મોદી આજે બેંગલુરુમાં મૈસૂરથી ચેન્નાઈ જતી વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવશે. દક્ષિણ ભારતમાં આ પ્રથમ સેમી-હાઈ સ્પીડ ટ્રેન હશે. રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, બેંગ્લોરથી ચેન્નાઈ માટે શતાબ્દી એક્સપ્રેસ, બ્રિંદાવન એક્સપ્રેસ અને ચેન્નાઈ મેલ જેવી ઘણી ટ્રેનો છે પણ આ લાઇનમાં સ્પીડ અને સુવિધાઓના સંદર્ભમાં પોતાની રીતે એક અનોખી ટ્રેન હશે.
