Home News Update Nation Update આજે ભારતીય જનતા પાર્ટીનો ૪૪મોં સ્થાપના દિવસ…

આજે ભારતીય જનતા પાર્ટીનો ૪૪મોં સ્થાપના દિવસ…

0

Published by : Vanshika Gor

ભારતીય જનતા પાર્ટી ભારત જ નહિ પણ આખા વિશ્વભરમાં એક ચાહિતી પાર્ટી બની ગઈ છે અને એનું મુખ્ય કારણ નરેન્દ્ર મોદી છે આવામાં આજે ૪૪મોં સ્થાપન દિવસની ઉજવણી ભારતમાં ધામ ધૂમથી થઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંસદો અને કાર્યકરોને સંબોધશે તેમજ દેશભરમાં અનેક કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સેવાને પ્રાથમિકતા આપવામાં આવશે. આ દરમિયાન પાર્ટી કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલી કલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડશે.

આ પહેલા તેનું નામ જનસંઘ હતું જે 1977માં જનતા પાર્ટીમાં ભળી ગઈ હતી. ભારતીય જનતા પાર્ટી આજે તેનો સ્થાપના દિવસ ઉજવી રહી છે. સ્થાપના દિવસ નિમિત્તે એક સપ્તાહ સુધી વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાર્ટીના સ્થાપના દિવસ પર દેશભરના કાર્યકર્તાઓને સંબોધિત કરશે. આ ઉપરાંત પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા પણ વિવિધ કાર્યક્રમો દ્વારા લોકો સુધી પાર્ટીનો સંદેશો પહોંચાડશે.

1980માં શરૂ થયેલી ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. ભાજપનો દાવો છે કે 18 કરોડથી વધુ લોકો પાર્ટીના સભ્ય બન્યા છે. આ સંદર્ભમાં, દેશની લગભગ 13 ટકા વસ્તી ભાજપના કાર્યકરો છે. એવું નથી કે ભાજપ શરૂઆતથી જ સૌથી મોટી પાર્ટી રહી છે. નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યા ત્યાં સુધીમાં ભાજપના સભ્યોની સંખ્યા લગભગ છ કરોડ હતી. છેલ્લા સાત વર્ષમાં 12 કરોડથી વધુ સભ્યો વધ્યા છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version