Published by : Rana Kajal
ન્યૂઝીલેન્ડ સામે રમાઇ રહેલી ત્રણ મેચોની ટી20 સીરીઝની આજે બીજી ટી20 મેચ રમાશે. યુપીની લખનઉમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ સીરીઝનો કરો યા મરો મુકાબલો રમાશે. એકબાજુ હાર્દિક પંડ્યાની ટીમ સીરીઝ બચાવવા માટે ઇકાના સ્ટેડિયમમાં ઉતરશે, તો બીજીબાજુ મિશેલ સેન્ટરની ટીમ પહેલીવાર ભારતીય જમીન પર ટી20 સીરીઝ જીતવા માટે મેદાનમાં આવશે. જોકે આજની મેચમાં બન્ને ટીમોમાં ફેરફાર જોવા મળી શકે છે. અટલ બિહારી વાજપેયી ઇકાના સ્ટેડિયમમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટી20 મેચ રમાશે. આજની મેચમાં હાર્દિક પંડ્યા ટીમમાં એક કે બે ફેરફાર કરી શકે છે.
આજની મેચમાં ભારતીય ટીમમાં ગીલને બહાર રાખીને પૃથ્વી શૉને મોકો આપવામાં આવી શકે છે. આ ઉપરાંત બીજી સંભાવના છે કે, આજની મેચમાંથી અર્શદીપ સિંહ કે ઉમરાન મલિક બહાર રહી શકે છે. જો આ બેમાંથી એકને બહાર કરવામાં આવશે તો સ્ટાર સ્પીનર યુજવેન્દ્ર ચહલને મોકો મળી શકે છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી બીજી ટી20 મેચનું આજે સાંજે 7 વાગ્યા રમાશે.