ભારત અને શ્રીલંકા વચ્ચે મુકાબલો રસકસીનો રહેશે.
એશિયા ક્રિકેટ કપસ્પર્ધા ખુબ રસપ્રદ તબક્કા માં પહોચી ગઈ છે ત્યારે આજે તા ૬ ના રોજ ભારત અને શ્રીલંકા વચ્ચે નો મુકાબલો અતિ રસપ્રદ સાબિત થશે ક્રિકેટ રસિયાઓ આ મેચના પરિણામનું આતુરતા રાહ જોઈ રહ્યા છે ભારત માટે આ ક્રિકેટ જંગ જીતવો અનિવાર્ય હોવાથી આજે ભારત માટે કરો ય મારો નો જંગ સાબિત થઇ રહ્યો છે.
એશિયા કપમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે જંગ જામશે. પાકિસ્તાન સામેની મેચ હાર્યા બાદ આ મેચ જીતવી અનિવાર્ય છે. ભારત આજે શ્રીલંકા સામે જો હારે તો અફઘાનિસ્તાન સામેની મેચમાં જો અને તો ની પરિસ્થિતિ સર્જાઈ શકે.. આજનો મુકાબલો અતિ મહત્વનો છે ત્યારે ટીમ ઇન્ડિયામાં પણ ફેરફાર જોવા મળી શકે છે. આજે ભારત બોલરોમાં ફેરફાર કરી શકે છે. ત્યારે ક્રિકેટ રસિયાઓ આ મેચ માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.