Published by: Rana kajal
આમ પાર્ટી કહે છે કે ભાજપની તાનાશાહી વિશ્વના શ્રેષ્ઠ શિક્ષણ મંત્રીની અટક કરાઇ…જ્યારે ભાજપ કહે છે કે હવે અરવિંદ કેજરીવાલનો વારો…કાયદાથી ઉપર કોઇ નથી…આમ, આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના શિક્ષ્ણ મંત્રીની લીકર પોલીસી કેસમાં ગઈકાલે તા 26 ફેબ્રુઆરીના રોજ CBIએ ધરપકડ કરી હતી, CBI ઓફિસમાં જ તેમણે રાત વિતાવી હતી હવે આજે અદાલતમા રજૂ કરવામાં આવશે. જૉકે મનીષ સિસોદિયાની ધરપકડના પગલે તીવ્ર રાજકીય પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે.આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને CBI આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર કરશે. આ પહેલા તેમનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. રવિવારે એજન્સીએ લીકર પોલીસી કેસમાં પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી હતી. આ કેસ સાથે સંબંધિત પુરાવાનો નાશ કરવા અને તપાસમાં સહકાર ન આપવાના આરોપ સામે સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે.સિસોદિયા આમ આદમી પાર્ટીના એવા બીજા મંત્રી છે જેમની એક વર્ષથી ઓછા સમયમાં કેન્દ્રીય એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
અગાઉ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની મે 2022માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, તે પણ હજી જેલમાં છે. જૉકે સીબીઆઈ ઓફિસમાં પૂછપરછ માટે જતા સમયે મનીષ સિસોદિયાએ કહ્યું કે પોલીસ, CBI, ED કે જેલ કોઈનાથી ડરતા નથી.લીકર પોલીસીમાં CBIની પૂછપરછ દરમિયાન એક્સાઈઝ વિભાગના એક IAS અધિકારી દ્વારા સિસોદિયાનું નામ લેવામાં આવ્યું હતું. અધિકારીએ કહ્યું- સિસોદિયાએ એવી દારૂની નીતિ બનાવી હતી, જેનાથી સરકારને ફાયદો નથી થતો, પરંતુ વેપારીઓને મોટો ફાયદો થાય છે. આ નિવેદનના આધારે CBI દ્વારા રવિવારે દિલ્હીના ડેપ્યુટી સીએમની પૂછપરછ કરવામાં આવી હતી.AAP પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું- મનીષ વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી, તો પછી ધરપકડ કેવી રીતે થઈ.
બંને ચાર્જશીટમાં સિસોદિયાનું નામ નથી. હવે CBI કોર્ટમાં કહેશે કે જ્યાં સુધી તપાસ ન થાય ત્યાં સુધી તેમને જેલમાં રાખવા જોઈએ. જ્યારે આપના ધારાસભ્ય આતિશીએ કહ્યું કે- મનીષ સિસોદિયાએ છેલ્લા આઠ વર્ષમાં દિલ્હીની સરકારી શાળાઓની સ્થિતિમાં ભારે બદલાવ કર્યો છે. જેના માટે તેમને સજા મળી રહી છે.ભાજપ કહે છે કે આ 10,000 કરોડનું કૌભાંડ છે. આ રુપિયા ક્યાં છે સીબીઆઈએ સિસોદિયાના ઘર, તેમના સંબંધીઓ, મિત્રોની પણ તપાસ કરી, પરંતુ આ રુપિયા મળ્યા નહીં. આ રૂપિયા ક્યાં છે? સરકાર આ વાત કહી શકતી નથી.આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું- સિસોદિયાની ધરપકડ તાનાશાહી છે. જ્યારે, આમ આદમી પાર્ટીએ ટ્વિટ કરીને લખ્યું – આ લોકશાહી માટે કાળો દિવસ છે.જ્યારે ભાજપ દ્વારા એમ કહેવાયુ છે કે કાયદાની ઉપર કોઇ નથી. લીકર પોલીસી અને તેમાં કરવામા આવેલ ફેરફારના પગલે ચોક્કસ વેપારીઓને ફાયદો કરાવવામા આવ્યો હતો. રૂ 10હજાર કરોડ કરતા વધુનુ આ કોભાંડ છે ત્યારે હવે અરવિંદ કેજરીવાલ પણ કાયદાથી બચી નહીં શકે.